________________
નિવેદન
અણુવતી-સધનું પહેલું વાર્ષિક અધિવેશન દિલ્હીમાં ૩૦ એપ્રિલ રવિવારના ખીજા પહોરે ભારે ઉત્સાહથી શાંત અને ગ'ભીર વાતાવરણમાં ભરાયું. કાઇ પણ આયાજનની સફલતાને આધાર જનતા અને દેશમાં નારી તેની પ્રતિક્રિયા ઉપર રહેલો છે. દેશના વિશિષ્ટ મહાપુરૂષો અને સમાચાર પત્રો એ પ્રતિક્રિયાના સૂચક છે. અધિવેશન માટે આવેલા સંદેશાઓ અને પ્રાપ્ત થયેલી શુભેચ્છઓ પરથી દેશના વિશિષ્ટ મહાપુરૂષોના દૃષ્ટિબિંદુનો ખ્યાલ આવી શકે છે તથા સમાચાર પત્રોમાં થયેલી દેશવ્યાપી ચર્ચાથી તેમના અભિપ્રાયની જાણ થાય છે. એ બંનેનું સાથે અવલોકન કરતાં સંધ પ્રત્યે પોતાના દેશને લેાકમત કેવા છે, તેની ઝાંખી કરી શકાય છે.
સંધના સંસ્થાપક આચાર્ય શ્રી તુલસી જયપુરથી અલવર, ભરતપુર, આગરા, મથુરા, વૃંદાવન, કાસી, પલવલ આદિસ્થાનની ૩૫૦ માઇલની પગપાળા યાત્રા કરતાં અહીં પધાર્યા, તેને મુખ્ય ઉદ્દેશ રસ્તામાં ગામે ગામની જનતાને સત્ય અને અહિંસાનો સંદેશ આપવાના, નીતિમય જીવનની હાકલ કરવાના અને ધમય જીવન ગાળવાના આદેશ આપવાના હતા. તેઓશ્રીએ છઠ્ઠી એપ્રિલની સવારે અહીં પધારતાં જ પોતાના ભાષણમાં એ ઘોષણા કરી હતી કે— “ અહિંસા કાયરાને નહિ, પણ વીરાનો ધર્માં છે અને વીરાજ તેના પણ પ્રચાર કરી શકે છે. જનતામાં ફેલાયેલી નૈતિક બદીઓને મિટાવવા માટે, આજે અહિંસાને સાર્વજનિક પ્રચાર આવશ્યક છે. એ ભાવનાથી પ્રેરાઇને હું દિલ્લી આવ્યા છું. · કહેવા કરતાં કરવું ભલું ” એ સિદ્ધાંતમાં હું વધારે માનું છું. મને પણ` ખાતરી છે કે સ્થાનિક જનતા અને જનતાના પ્રતિનિધિ-નેતાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com