________________
[ ૭૬ ]
સાધનાના કોઈ પણ નિયમને હું પૂરી રીતે પાળી શકયો ન હોઉં તે બનવા જોગ છે. માટે આપશ્રી મને જે કાંઈ પ્રાયશ્ચિત્ત ફરમાવશે, તેને હું સહર્ષ સ્વીકાર કરીશ.”
એક બીજા અણુવતીએ કહ્યું : “હું દલાલી કરું છું. જ્યારે અણુવ્રતી થયો ન હતું, ત્યારે બહુ સાદાઈથી વચ્ચેથી ગાળો ખાઈ જતો હતો. પરંતુ સાધનાનો સ્વીકાર કર્યા પછી મેં એક પણ દિવસ– એક પણ વાર ગાળો ખાધો નથી. તેથી મારી આવક જરૂર ઘટી છે, પણ આત્મસંતેષ ખૂબ મળ્યો છે, તે એથી કે હું એક આદર્શને વળગી રહ્યો છું.”
એક ભાઈએ કહ્યું : “સામાજિક સ્થિતિ નિયમને પ્રતિકૂળ છે. તે પણ થોડા અણુવતીઓને લીધે તેમાં ભારે અસર પડતી હોય તેમ જણાય છે. ઘણે ઠેકાણે થનારા મેટા ભેજન-સમારંભ નજીકના સંબંધી અણુવતીઓને સામેલ કરવા ખાતર જ નિયમબદ્ધ બની જાય છે. અર્થાત બસે-ચારસે માણસની જગાએ માત્ર રપ ક પ૦ જે રાજકીય નિયમ હોય તેટલી જ વ્યક્તિઓ પૂરતો તે મર્યાદિત થાય છે. હું જે શહેરનો રહીશ છું, ત્યાં અણુવ્રતી હોવાના કારણે બધા જમણવારમાં સામેલ થઈ શકતું નથી. જનતાએ જ્યારે મારું હાજર ન રહેવાનું કારણ જાણ્યું ત્યારે તેણે અણુકાથી-સંધ અને તેના નિયમોનું હાર્દિક સ્વાગત કર્યું
- ત્યાર પછી એક અણુવતીએ કહ્યું કે મોટા જમણવારમાં ભાગ ન લેવાનું સહુથી વધારે ફળ તે મેં અનુભવ્યું છે. મારા તદ્દન નજીકના સંબંધીને ત્યાં વિવાહ હતા. બીજા ગામ જાન ગઈ. સંયોગવશાત મારે પણ જાનની સાથે જવું પડયું. બધા જાનૈયા જાતજાતના ભેજન કરતા. મારા એકલાની સીધી-સાધી રઈ જુદી બનતી. કઈ કઈ વાર મિત્રે ટાણે પણ મારતા કે જોયું અણુવતી બનવાનું ફળ? મિઠાઈ આંખથી જોઈ શકે છે, પણ ખાઈ શક્તા નથી. હવે એક દિવસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com