SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૭ ] સુખશાંતિ વધારે જણાય છે, તેનું એક મુખ્ય કારણ એ છે કે આપણા દેશની સ્ત્રીએ તુલનાત્મક દૃષ્ટિએ વધારે સદાચારિણી, પતિવ્રતા અને ધમ પરાયણ રહેલી છે. તેથી બહેનો! જો વધારે ઉન્નતિ કરવી હાય તે તમારે વધારે દઢ અને ધર્મ પરાયણ બનવું જોઇએ. આચાય શ્રીના આશીર્વાદ આચાર્ય શ્રીતુલસીએ અધિવેશનની સમાપ્તિ કરતાં અણુવ્રત ગ્રહણુ કરનારા નર-નારીઓને આશીર્વાદ આપ્યા. તેઓશ્રીએ કહ્યું કે આજના આ પુનીત પ્રસંગે હું અણુવ્રતી બંધુએ અને બહેનોને ખાસ સંદેશા આપું છું કે તેઓ ક્રોધ, માન માયા, લાભ આદિ દુષ્પ્રવૃત્તિઓથી પોતાને બચાવે અને ખીજાને પણ એનાથી બચવાની પ્રેરણા કરે. એ દુષ્પ્રવૃત્તિઓ ગુણાની હાનિ કરનારી છે. ભગવાન મહાવીરના એ વાકયોને તમે સદા ધ્યાનમાં રાખજો કે— उवसमेण हणे कोहं, माणं मद्दविया जिणे । माया मञ्जव भावेण, लोहो संतोसओ जिणे || અર્થાત–ક્રોધને શાંતિથી છતા, માનને મૃદુતાથી જીતા, માયા અથવા ૬ ભચર્યાને સરળતાથી છતા અને લાભને સ ંતાષથી જીતે. તેઓ આજે એક આધ્યાત્મિક નૈતિક નિયંત્રણમાં આવી ગયા છે. તેમની જવાબદારી ઘણા અંશે વધી ગઈ છે. તેને તેઓએ સત્ય અને માનદારીથી સદા કરવાની છે. હું તેમને આશીર્વાદ આપું છું કે તેઓને યશેષ્ટ શક્તિ અને સાહસ પ્રાપ્ત થાઓ જેથી તેઓ સંગ્રામમાં જનારા યાદ્દાની માફક પાતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિજય પ્રાપ્ત કરે અને સફ્ળ થાય. આજના આ દૂષિત અને વિકૃત વાતાવરણમાં સંભવ છે કે વ્રતપાલનમાં વિઘ્નો અને વિપત્તિઓનો સામનો કરવા પડે. હું ઈચ્છુ છુ કે બધા ભાઈબહેનો દઢતા, સાહસ, પુરુષાર્થ અને શક્તિથી છાતીને મજબૂત કરીને અડગ બને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034747
Book TitleAnuvrati Sangh
Original Sutra AuthorN/A
AuthorSatyadev Vidyalankar
PublisherAdarsh Sahitya Sangh
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy