________________
[ ૬૪]
એ સાધારણ મા કરવામાં આવ્યું નળ ગયા છે તે
માનવ સ્વભાવની મર્યાદાને લક્ષમાં રાખવી એ ઘણું સારું છે. હું માનું છું કે આપની પ્રતિજ્ઞાઓ એ વાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જે આપણે એવા આકરા શપથ લઈએ કે જેનું પાલન કરવું માનવ-શક્તિની બહારનું હેય, તે દરેક ડગલે આપણને ભય અને મુશ્કેલીઓનો અનુભવ થાય. જીવનમાં આપણે જે ઈચ્છીએ છીએ તે છે સંયમ, નિયમિતતા અને અનુશાસન (શિસ્ત ) નહિ કે સર્વનિષેધ અથવા અત્યંત કઠોર વૈરાગ્ય. આપણે જાણીએ છીએ કે કેટલાયે પ્રયાસો એ કારણે જ નિષ્ફળ ગયા કે તેમાં એવી પ્રતિજ્ઞાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું કે જેનું પાલન કરવું એ સાધારણ મનુષ્યની શક્તિ બહારનું કામ હતું. મધ્યમાર્ગનું અનુસરણ કરવું અને એ રીતે ભલા-બૂરાની વચ્ચે સમતોલપણું કાયમ રાખવું સર્વોત્તમ છે. મને યાદ કરવા માટે ધન્યવાદ.
તમારે,
શ્રી પ્રકાશ. ઇશ્વરને અનુગ્રહ એરિસાના તત્કાલીન વડા પ્રધાન અને આજના ભારત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી હરેકૃષ્ણ મહેતાબે કટક થી નીચેના આશયનો તાર કર્યો હતો :
“સમસ્ત સંસાર ખાસ કરીને ભારત શાંતિ અને ઉન્નતિ ચાહે છે. જે લેકે શાંતિ અને ઉન્નતિને માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેઓ ઈશ્વરના અનુગ્રહને પાત્ર છે. પરમાત્મા તમારા પ્રયત્નોને સફળતા અર્પણ કરે !”
આશીર્વાદ ભારતના માજી ગવર્નર જનરલ અને સરકારના ખાસ પ્રધાન શ્રી રાજગોપાલાચારી તરફથી તેમના મંત્રીએ જણાવ્યું હતું કે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com