________________
પરિશિષ્ટ (3)
અણુવતી-સંઘનું અંતરગ અધિવેશન | (અંતરંગ-અધિવેશનની આ સંક્ષિપ્ત કાર્યવાહી અહીં એટલા માટે પ્રકટ કરવામાં આવે છે કે અણુતોને પ્રહણ કરનારના જીવન પર એનો કેવો પ્રભાવ પડે છે, તે જાણી શકાય. એ દૃષ્ટિએ આ વિવરણ ખાસ ઉપયોગી છે.)
અણુવતી-સંધનું એક અતરંગ અધિવેશન વૈશાખ શુદિ બારસને રેજ મળ્યું. આ અધિવેશનનું મુખ્ય પ્રયોજન એ હતું કે આચાર્યશ્રી સાધનાકાલના અનુભવોથી માહિતગાર થાય. તેઓ શ્રી અતીઓને ભવિષ્યનું માર્ગદર્શન કરાવી શકે તથા અણુવતી-સંધ અંગેનું પિતાનું વિશિષ્ટ દષ્ટિ બિંદુ રજૂ કરી શકે. આ પ્રસંગે અણીએ અને અણુવ્રત લેવાની ભાવના રાખનારી વ્યક્તિઓને જ હાજર રહેવા દેવામાં આવ્યા હતા.
લગભગ બે વાગે આચાર્યશ્રીનું શુભાગમન થયું. અણુવતીઓ કેટલાક વખતથી તેમના આગમનની રાહ પૂરેપૂરી આતુરતાથી જોઈ રહ્યા હતા. મંગલાચરણના તરીકે અમર ગાન ગાવામાં આવ્યું.
સિંહાવકના ત્યાર પછી આચાર્યશ્રીની સૂચના મૂજબ મુનિશ્રી નગરાજજી સ્વામીએ પ્રારંભિક ભાવશું આપ્યું. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે ફાગણ શુદિ ત્રીજના દિવસે આચાર્યશ્રીના કરકમલાથી સધની સ્થાપના થઈ. અને એ આનંદની વાત છે કે આજ સુધીમાં તેમાં પાંચ સો. જેટલી વ્યક્તિઓ દાખલ થઈ ચૂકી છે. શ્રદ્ધેય આચાર્યશ્રીના આદેશ અનુસાર આપ બધાને આવી અને તેની પરિભાષા સમજાવવાનો અવસર મને યથાસમય પ્રાપ્ત થતો રહ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com