Book Title: Anuvrati Sangh
Author(s): Satyadev Vidyalankar
Publisher: Adarsh Sahitya Sangh

View full book text
Previous | Next

Page 98
________________ [ ૬૯ ] ધર્મને સ્મરણ કરવાની, ગોખી જવાની કે મસ્તક નમાવવાની જ વસ્તુ ન રાખતાં દૈનિક જીવનમાં કામ આવે તેવો બનાવવાનો છે. ત્યારે જ એના દ્વારા આત્મવિકાસ સાધી શકાશે. નહિ તે તે ખાઈપીને સુખી રહેનારા લેકને સાત્વિક મને વિનોદ અથવા દેખાવ બની જાય છે. અણુવ્રતી-સંધની યેજના ધર્મને જીવનમાં ઉતારવા માટે થઈ રહી છે. તેથી એને હું સાધકોનો સંધ માનું છું. મારા જેવા સાધક સાધનામાં આગળ વધનારા સંઘના અધિવેશનની સફલતાને માટે ભગવાનને પ્રાર્થના જ કરી શકે. તેને કઈ કહેવાને કે સંદેશ આપવાનો અધિકાર નથી. રિષભદાસના પ્રણમ. દેશનું નૈતિક ધોરણ આચાર્ય સૈનસુખદાસજી જેન, પ્રિન્સીપાલ જૈન સંસ્કૃત કોલેજ જયપુરથી લખે છે કે – શ્રીમાન સત્યદેવજી વિદ્યાલંકાર! અણુકાતી-સંઘના પ્રથમ અધિવેશનનો નિમંત્રણ પત્ર પ્રાપ્ત થયો. ધન્યવાદ. હું એની સફળતાને ઈચ્છું છું. ખરેખર આવા સંઘની આ વખતે ઘણી જરૂર છે. દેશનું નૈતિક ધોરણે નીચે પડી રહ્યું છે. તેને ઉપર લાવવા માટે આ સંધ કે પ્રયત્ન સફળ થઈ શકે છે. આપનો, ચેનસુખદાસ. નીચે જણાવેલા મહાનુભાવોના પત્રો પણ મળ્યા હતા – ૧. શ્રી માવલંકર, અધ્યક્ષ ભારતીય પાર્લામેંટ. ૨. ભારતના મુખ્ય સેનાપતિ. ૩. શ્રી કે. સખ્યામમ સ્ટેટ મિનિસ્ટર, ભારત સરકાર. ૪. ઉપનિવેશ મંત્રી, ભારત સરકાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108