________________
[ ૭૩ ]
રાખીને બનાવવામાં આવ્યા છે, તેની પ્રતિજ્ઞાઓ જીવનભર માટે એકસાથે આપવી કે અમુક મુદત પર્યત?' માનું છું કે સંસામાં ક્ષણે ક્ષણે અનેક પરિવર્તન થઈ રહ્યાં છે, તેમાં યે આજના યુગમાં અધિક. કેટલાક નિયમો આજે સહજ સાધ્ય હેય, તે બીજા વખતે સામાજિક જીવનમાં માત્ર કષ્ટસાધ્ય જ નહિ પરંતુ અસાધ્ય પણ બની જાય. કરેલા ત્યાગમાં વૃદ્ધિને સંભવ છે, ાસ નહિ. એથી મારા વિચાર મુજબ એ ગ્ય ગણાય કે આ પ્રથમ અવસર પર બધા નિયમને ત્યાગ માત્ર એક વર્ષ માટે જ કરાવો અને પછી તેને વ્યાવહારિકતાની કસોટી પર કસી છે. એનું તાત્પર્ય એ નથી કે વર્ષ પછી તમે વૈયક્તિક રૂપમાં સ્વતંત્ર થઈ જશે અને આગળ પર ત્યાગ ગ્રહણ કરશો કે નહિ. તમારે બધાએ એ વિચાર કરીને આગળ વધવાનું છે કે સંઘના પણ નિયમ હેય તેનું વાવજીવ પાલન કરવું” અને મારે એ વિચારવાનું છે નિયમે ક્યાં સુધી વ્યવહાર્યા છે. વર્ષ પછી નિયમોની. બાબતમાં ફરી વિચાર કરવાને માટે હું સ્વતંત્ર રહીશ.
બીજી જે વાત મારે કહેવાની છે, તે એ છે કે આડંબર યા. દેખાવને માટે અણુવતી બનવાનું નથી. અણુવ્રતી થવાને અર્થ આત્મપ્રેરણાથી સંયમ તરફ આગળ વધવાનો છે. ઘણે ભાગે લેકે નિયમોને, અથવા પરિભાષાઓને ખેંચતાણીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યા કરે છે. એ ગ્ય નથી. આવશ્યક તે એ છે કે જીવનનો રંગઢંગ. બદલીને સ્વયં નિયમોને અનુકુળ બની વરવું. જો તમે એમ ચાહતા હે કે અમે જેમ જીવી રહ્યા છીએ, તેમજ વીએ અને અણુથતી પણ બનીએ, તે એ કેમ થઈ શકશે?
" સંખ્યાને મોહ નથી * નિયમ મુજબ કોઈને અણુવ્રત-સઘમાં દાખલ કરવાની જવાબંદારી મારા ઉપર છે. મને મેટી સંખ્યાને મેહ નથી. નાની સંખ્યાનો
ભય નથી. હું ઈચ્છું કે અણુવતીઓ ભલે ચેડા બને, પણ તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com