________________
[૭૭]
અકસ્માત ખાવામાં કઈ એવી ઝેરી વસ્તુ આવી ગઈ કે મારા સિવાય બધાને ઉલટી અને ઝાડા થવા લાગ્યા. મેં પણ કહ્યું કે જોયું અણુવ્રતી ન થવાનું ફળ
એક જણે કહ્યું : “મેં તે અનુભવ કર્યો કે અણુવ્રતી થવાથી મનુષ્યની અંતર્દષ્ટિ ખુલી જાય છે. એને પ્રત્યેક કામમાં પાપ થવાનો ડર લાગે છે દરેક કાર્યમાં તેને વિચાર કરવો પડે છે કે આ કામ મારે માટે ચોગ્ય છે કે નહિ ?
આ રીતે બીજા અણુવતીઓએ પણ પોતાના જુદા જુદા અનુભવે સંભળાવ્યા જે ઘણું રસિક અને શિક્ષાપ્રદ હતા.
આ કાર્યક્રમ પછી અણુવતીઓએ જુદા જુદા નિયમ બાબતમાં પૂછેલા પ્રશ્નોને આચાર્યશ્રીએ ખુલાસે આપે. ત્યાર બાદ આચાર્યશ્રીએ સમગ્ર અશ્વતીઓને ઉદ્દેશીને પૂછ્યું કે નિયમ બનાવનાર હું છું અને પાળનાર તમે છે, તે તમારી દષ્ટિએ આ નિયમોને વધારે સરળ બનાવવા જેવા છે કે કઠેર ? તે પરથી મોટા ભાગે જવાબ આપ્યો કે આ નિયમને વધારે સરળ બનાવવાની જરૂર નથી. તેને ક્રમશ: વધારે કડક બનાવવામાં જ અમારા જીવનનું ઉત્થાન છે, અમારા જીવનનો વિકાસ છે. અમારે અમારા જીવનને નિયમોને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
તે પછી ઉમેદવાર અશ્વતીઓએ પિતાનાં નામ આચાર્યશ્રીને સમર્પિત કર્યા અને લગભગ અઢી કલાકની મહત્વપૂર્ણ કાર્યવાહી પછી સેંકડે મંગળ ભાવનાઓ સાથે અધિવેશન સમાપ્ત થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com