________________
માણસને અહિંસા કે અપરિગ્રહમાં શ્રદ્ધા છે, પરંતુ એનું સંપૂર્ણ પાલન કરવાની શક્તિ નથી. અણુવ્રતની પદ્ધતિ પ્રમાણે તે ક્રમશઃ પાલનમાં આગળ વધે. એ મર્યાદા બાંધે કે અમુક પ્રકારની હિંસા તે નહીં કરે; કે અમુક હદથી વધારે કે અમુક રીતે ધનનું ઉપાર્જન નહીં કરે. આવાં વ્રતને “અણુવ્રત કહે છે. એક વખતે તેમાં આ પ્રથા ઘણી પ્રચલિત હતી એમ જણાય છે.
જનતામાં આ વ્રતને ફરી લોકપ્રિય કરવા માટે આચાર્ય તુલસીએ એણવતી-સંઘ” નામની એક સંસ્થાની સ્થાપના કરી છે. તેમાં જાતિ, વર્ણ, દેશ, ધર્મ કે સ્ત્રીપુરુષના ભેદભાવ વિના હરકોઈ દાખલ થઈ શકે છે. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, સાધના, આત્મચિંતન વગેરે તેનું અમુક દરજજે પાલન થાય તે માટે નિયમોપનિયમ બનાવ્યા છે. કેટલાક નિયમ એવા સ્પષ્ટ છે કે સૌ કોઈ પાસેથી એના પાલનની અપેક્ષા રાખવામાં આવે. કેટલાકને હજુ વધારે કડક કરવાની જરૂર ગણાય. પરંતુ હકીકત એ છે કે યુદ્ધ પછી માણસ સમાજ પ્રત્યેના પિતાના કર્તવ્યના પાલનમાં ઘણે પછાત પડ્યો છે. તેથી સ્પષ્ટ ફરજેને પણ વ્રત તરીકે ગણાવવી પડે છે. જો કે દરેક ધર્મના અનુયાયીઓ માટે આ સંઘ ખુલ્લો રાખવામાં આવે છે, અને અહિંસા સિવાયના બ્રીજા ત્રિતોના નિયમો સામાજિક અને અસાંપ્રદાયિક દૃષ્ટિથી ઘડાયા છે; પરંતુ અહિંસા વ્રતના નિયમો એક ધાર્મિક સંપ્રદાયની ચુસ્ત દષ્ટિથી ઘડાયા છે; દાખલા તરીકે શુદ્ધ શાકાહાર ચાહે તેટલે ઇષ્ટ હોય તો એ હિંદમાં પણ માત્ર જૈન અને વૈષ્ણવના અમુક નાના વર્ગ સિવાય બીજાઓ ઈંડાં, માંસ અને માર્લોને આહાર કે એની સાથે સંકળાયેલે ધંધે છોડવાની પ્રતિજ્ઞા લેવા તૈયાર ન થાય. એ પ્રમાણે જ રેશમને ઉપયોગ અને તેના વેપારની વાત છે. (એ નોંધવા જેવી વાત છે કે તેમાં મોતી અને મોતીના વેપારને નિષેધ કરાયો નથી; તેમાં યે રેશમ જેટલી જ જીવહિંસા સમાયેલી છે, અને એને વ્યાપાર જેનોમાં વ્યાપક છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com