________________
[૨૮]
પ્રત્યેક ભારતવાસીનું એ કર્તવ્ય છે કે આ અણુવ્રતને તે પોતે સ્વીકાર કરે અને બીજાઓને પણ તેનો સ્વીકાર કરવાની પ્રેરણા કરે,
ભ્રમ-નિવારણ હાલ સંઘના નેતૃત્વને ભારે મારા પર છે, તેનો અર્થ એવો કરવાની જરૂર નથી કે સંધના સભ્યને તેરાપંથ સંપ્રદાયના સભ્ય બનવું પડશે. કોઈ પણ ધર્મમાં વિશ્વાસ રાખનાર આ સંઘનો સભ્ય બની શકે છે, એ પહેલાં સ્પષ્ટ કહેવાઈ ગયું છે, હમણાં તેના નેતૃત્વને ભાર મેં એટલા માટે ઉપાડ્યો છે કે એની પ્રારંભિક વ્યવસ્થા સુદઢ બની જાય, સંયમની ચેતનામાં નવક્રાંતિ આવી જાય. ૧૮મી કલમ અનુસાર યોગ્ય સમય આવતાં તેના નેતૃત્વની બીજી વ્યવસ્થા પણ કરી શકાય છે. એક વ્યક્તિએ મને પૂછયું—અણુવ્રતી સંધના નિયમ મને ઘણું સારા લાગ્યા. પણ હું એ જણાવાને ઈચ્છું છું કે સંઘમાં દાખલ થતાં શું આપને મારે મારા ધર્માચાર્ય માનવા પડશે? શું વંદના કરવી પડશે ? મેં ઊત્તરમાં કહ્યું કે એ કાંઈ જરૂરી નથી અને મને એની ભૂખ પણ નથી. મેં જનજીવનને ઊંચે લાવવા માટે આ કાર્ય કર્યું છે અને તેમાં જ હું સંતુષ્ટ છું. ૧૯મી કલમમાં જણાવેલું પ્રાયશ્ચિત્ત આધ્યાત્મિક દંડ વિધિની સાથે સંબંધ ધરાવે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં બળને માટે કોઈ સ્થાન નથી. હૃદયપરિવર્તન દ્વારા જ બધું કરી શકવાનો સંભવ છે.
અનુશાસન (શિસ્ત) વિના કોઈ પણ સમાજ જીવતે રહી શકતે નથી, એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. તેથી અણુવ્રતીઓએ સંધના નિયમ અને અનુશાસનનું પૂરી સાવધાનીથી પાલન કરવું પડશે. સંધના નિયમ તમને જોયા છે, જીવનમાં ઉતાર્યા છે. ઘણુંખરા એક વર્ષ સુધી તેની સાધના કરી ચૂક્યા છે. એના પર પ્રકાશ પાડું, એની ઉપયોગિતા સહુને સમજાવું તે તે યોગ્ય ગણાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com