________________
[૪૬]
તમોને મારે એ જ આગ્રહ છે કે આચાર્યશ્રીએ અણુવ્રતોની જે દીક્ષા આપી છે, તેના પાલનમાં તો ક્યારે પણ શિથિલ ન થશે અને કોઈ પણ વખતે એવો વિચાર સુધાં પણ આવવા ન દેશે કે એના પાલન વિના તમે સ્વાર્થ સાધના કરી શકશે. તમારે સ્વાર્થ તો એ જ છે કે તમે સુખી થાઓ, તમારે સમાજ સુખી થાય, તમારે દેશ સુખી થાય અને અણુ કે મહાન સર્વ પ્રાણીમાત્ર સુખી થાય. આ ઉદ્દેશ જો સિદ્ધ થઈ શકે તે અહિંસા અને સત્યના માર્ગથી જ સિદ્ધ થઈ શકે. જે કઈ એનાથી વિરુદ્ધ વર્તાને સુખી બનવાની ઈચ્છા કરતું હોય તો તે મૃગતૃષ્ણ છે. વૈર, હિંસા ધૃણું તથા વિદ્રોહના બીજ વાવીને તમે સુખ, શાંતિ કલ્યાણ તથા ઉન્નતિનું ફળ કેવી રીતે પામી શકે! તેથી તમે લેકેએ આજે જે પ્રતિજ્ઞા લીધી છે અને જે માર્ગનું અવલંબન કરવાનો નિશ્ચય કર્યો છે, તે ખચિત સર્વોત્કૃષ્ટ છે અને તમારું પરમ કર્તવ્ય છે કે તમે એના પર દઢતાથી કાયમ રહે.
શુભ અને કલ્યાણ કાર્યોમાં પ્રાયઃ વિન આવે જ છે અને ઈશ્વર પિતાના ભક્તની દઢતાની પરીક્ષા કરવા માટે અનેક પ્રલોભનો મેળે જ છે. એમાં ન ફસાતાં તમે અટલ પ્રતિજ્ઞ રહે, એ જ મારે તમને આગ્રહ છે. હાજર રહેલી શ્રાવિકાઓ તથા બહેનોને મારે મુખ્ય આગ્રહ એ છે કે તેઓ ધર્મના માર્ગ પર અટલ રહે અને પિતાના કુટુંબને આચાર્ય શ્રીતુલસીજી મહારાજે બનાવેલા સન્માર્ગની સામગ્રી પીરસતી રહે. કેઈ પણ સમાજના જીવનને ઉન્નત કરવામાં સ્ત્રીઓનું આચરણ, તેની ધાર્મિક રૂચિ, તેના દ્વારા ચલાવવામાં આવતું કૌટુંબિક જીવન અને બાળકે તથા યુવાન પર પડતે તેમનો પ્રભાવ મુખ્ય ભાગ ભજવે છે. તેથી આપણા શાસ્ત્રોમાં સામાજીક ધર્મની વ્યવસ્થા માટે સ્ત્રીઓના જીવન અને સચ્ચરિત્ર પર વિશેષ ધ્યાન અપાયેલું છે. ભારતમાં આજ ઘણાં પ્રકારનું દુઃખ, સામાજીક દુર્વ્યવસ્થા તથા પતન જોવામાં આવે છે, વળી પ્રમાણમાં ગરીબાઈ પણ વધારે છે, તેમ છતાં બીજે દેશની અપેક્ષાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com