________________
[ ૪૪ ] ધર્મ તથા માર્ગોની નિંદા કરવી આદિ કોઈ પણ પ્રકારની ભાવના રાખતા નથી,
હું પિતિ જેન ન હોવા છતાં આપની વચ્ચે એટલા માટે જ આવી છું કે મહારાજશ્રીને કથન મુજબ એમના અણુવ્રતને ગ્રહણ કરનાર અને આચરણમાં મૂકનાર જેન જ હોવા જોઈએ એવો કોઈ આગ્રહ નથી. હું એમ માનું છું કે જેન કેમના જ જેનો છે એવું નથી. તિર્થકરેએ ઉપદેશેલા માર્ગ અનુસાર જેઓ પોતાના જીવનને નિયમબદ્ધ રાખવાને માટે તૈયાર હોય અને જેઓ તેમના ઉપવિષ્ટ માર્ગ પ્રત્યે ભક્તિ, સ્નેહ અને આદર ધરાવતા હોય, તેઓ બધા જ વાસ્તવિક્તાએ જેન છે, જેને કહેવરાવવાને યોગ્ય છે.
આજના હિંસાપ્રધાન યુગમાં જૈન ધર્મનું સ્થાન અતિ ઉંચું છે. આજનો યુગ એ ચાલી રહ્યો છે કે એક દેશ બીજા દેશની સાથે, એક પાડોશી બીજા પાડોશીની સાથે અને એક ભાઈ બીજા ભાઈની સાથે ઝેરવેર, દ્રોહ, ઇર્ષ્યા અને શત્રુતાની ભાવના રાખે છે તથા એક બીજાને વિધ્વંસ યા વિનાશ કરવાની અથવા એક બીજા ઉપર અત્યાચાર કરવાની પ્રકૃતિ ચલાવે છે. આવા યુગમાં જૈનધર્મ એક જાજવલ્યમાન મશાલની માફક અંધકારમય જગતને જીવદયા, અહિંસા તથા ત્યાગમય જીવનના સદુપદેશ આપીને મનુષ્ય જીવનને માટે સાચે તથા ઉત્તમ માર્ગ બતાવે છે અને સન્માર્ગ તરફ દોરવાની શક્તિ ધરાવે છે.
આ ધર્મના સહુથી મેટા તે પાંચ છેઃ
(૧) સત્ય. (૨) અહિસા. (૩) બ્રહ્મચર્ય. (૪) અસ્તેય તથા (૫) અપરિગ્રહ.
આ પાંચ વાતો એટલા મોટા અને ઉપયોગી છે કે જે સમસ્ત ભારતના નરનારીઓ તેને યથાશક્તિ મસાવાચા-કર્મશું પાલન કરવાની પ્રતિજ્ઞા કરી લે તો સંભવ છે કે આપણે દેશ જલદી અભીષ્ટ ઉન્નતિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com