________________
[૪૫]
પ્રાપ્ત થાય અને આજના વ્યથિત જગતને માટે એક આદર્શ સમાજ બની જાય. આપ બધાને અભિનંદન આપતાં મને હર્ષ થાય છે કે આ વ્રતને મન-વચન-કાયાથી બરાબર પાળનાર મૂર્તિમંત ધર્માવતાર આચાર્ય શ્રી તુલસી મહારાજને નેતૃત્વ અને સાક્ષીત્વમાં આજે તમે સેંકડોની સંખ્યામાં અણુવ્રત ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને તેના પાલનનું આજીવન પણ લીધું છે. આ પવિત્ર વ્રતનું પ્રતિજ્ઞાપૂર્વક પાલન કરનારા નરનારીઓ માત્ર પોતાના જીવનને જ નહિ, પરંતુ પિતાના સમાજને પણું કૃતાર્થ કરશે અને તેને સુખ તથા શાંતિ પ્રાપ્ત કરવામાં મદદગાર થશે. આ મારી આશા જ નથી, પણ દઢ વિશ્વાસ છે.
જે દેશમાં એક વ્યક્તિ પણ નક, શાંતિપ્રિય અને અહિંસા-ઘતી હેય છે, તે તે દેશ કેટલે ઉન્નત અને અગ્રગામી બની શકે છે, તેનું જવલંત ઉદાહરણ આપણને સ્વર્ગીય મહાત્મા ગાંધીને જીવનમાંથી મળે છે. જે એક જ વ્યક્તિ સમાજમાં ઘાતક અને હિંસા-પ્રિય નીકળી આવે તે કેટલી હાનિ પહોંચાડે છે, કેટલું પતન કરે છે, તેનું ઉદાહરણ નાથુરામ ગોડસે છે કે જેનું કૃત્ય આપણે ભૂલી શક્તા નથી. તેથી આપણું દેશ, સમાજ અને દુનિયા માટે આ દિવસ શુભ છે કે જ્યારે સેંકડો વ્યક્તિ અહિંસા તથા સત્યને પવિત્ર માર્ગ ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા લેવાને એકત્ર થઈ છે. આવા મંગળકાર્યમાં દિલ્હીના નાગરિકે હાજર થઈને આપને ધન્યવાદ આપે તેમાં કેદ આચર્ય નથી.
જૈન ધર્મ તથા બીજા બધા ધર્મો પિતાના અનુયાયીઓને સદાચારના માર્ગે ચલાવવાનો નિરંતર પ્રયત્ન કરે છે. પરંતુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યને વશ થઈ તે અનુયાયીઓ સ્વાર્થ સાધનની આશામાં પિતાના જીવનને બરબાદ કરે છે અને પિતાના ધર્મને પણ કલંકિત કરે છે. તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com