________________
[૪૩]
ઉપર લાવતું ચાલ્યું જાય છે. આ સતત જીવન-આચરણમાં અગ્રતી જેટલા ઉંચે આવશે અને અણુવ્રતીના જીવનનું પાલન કરીને સમાજમાં તેઓ જે આદર્શ ઉપસ્થિત કરશે, તે જ અણુવ્રતને સ્થાયી બનાવી શકશે. એથી વિવેકનું ભાતું બાંધીને સત્યમાં પરમ શ્રદ્ધા રાખનાર એવા સે વિશ્વાસીઓએ આજે એક પ્રતિજ્ઞા લીધી છે. હવે તેમનું જીવન સમાજને માટે છે. સામાજિક ન્યાય અને સામાજીક મર્યાદાઓ સ્થિર કરવા માટે આ એક મહાન પ્રયોગ છે અને અણુવતીઓનું કર્તવ્યપાલન એ વાતનો નિશ્ચય કરશે કે આ દેશમાં સત્ય અને અહિંસા બંને જાજ્વલ્યમાન જીવન-સત્ય છે.
(૩)
એક વ્યક્તિની શક્તિ શ્રીમતી દુર્ગાબાઈ શાસ્ત્રીએ પોતાના સરલ અને સ્વાભાવિક ભાષણમાં કહ્યું કે
મને થોડા શબ્દો બોલવા દેવા માટે જે સન્માન અને આદર દર્શાવવામાં આવ્યાં છે, તેના માટે હું આપને તથા આપના સંધને ધન્યવાદ આપું છું. મેં આચાર્ય શ્રોતુલસીમહારાજનાં દર્શન કર્યા અને તેમની સાથે કેટલીક વાતચીત કરવાનો પ્રસંગ મળતાં પ્રસન્નતા અનુભવી. આચાર્યશ્રીના ભક્ત તથા અનુયાયી શ્રાવક-શ્રાવિકાઓને હું અભિનંદન આપું છું કે તેઓ આ જડવાદી અને ધર્મરહિત જમાનામાં આવા આદર્શ ચરિત્ર આચાર્યશ્રીનું નેતૃત્વ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા છે. તેઓ જૈન ધર્મના ચુસ્ત તેરાપંથી સંપ્રદાયના અનુયાયી હેવા છતાં એટલા ઉદાર અંત:કરણવાળા છે કે તેમને બીજા ઘર્મના વિરોધની ભાવના સ્પર્શ પણ કરી શકી નથી. તેઓ બધા ધર્મ અને સંપ્રદાયના લેકેની સાથે પ્રેમ વાર્તાલાપ કરે છે અને તે દરમિયાન અન્ય કટ્ટર આચાર્યોમાં જેમ પિતાના પથનેજ ઉંચો માનો અને બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com