________________
[૪૧] કરી શકે અને પિતાની સાથે ચાલનારને પણ તે આપી શકે. મેં અણુવ્રતીઓના નિયમે વાંચ્યા છે. જે નિયમે છે, તે નવા નથી. પરંતુ નવીનતા એ છે કે આચાર્ય તુલસી જેવા એક ધર્માચાર્ય સત્ય, અહિંસા, સહિષ્ણુતા, સદ્દભાવના, સદાચાર આદિ ઉત્તમ ગુણોને માત્ર ઉપદેશની વસ્તુ માનતા નથી. તેમનામાં એ તપસ્યા છે કે જેના વડે તેઓ આ સંસ્કૃત જીવન-લક્ષણેને દૈનિક ચર્ચાનો એક ભાગ બનાવી દેવા ઇચ્છે છે. જે લેકે આજે અછાતોને ધારણ કરીને સંસાર મહાસાગરમાં આચાર્ય તુલસી જેવા કુશળ કર્ણધારની રાહબરી નીચે જીવનનૌકા પર સવાર થયા છે, તેમને ભૂતકાળ ગમે તે હેય પણ ભવિષ્યકાળ નિઃસંશય ઉજ્જવળ છે. આજે જે લેકેએ અણુવ્રતનું બીડું ઝડપ્યું છે, તેઓ એક નવા, સદાચારી અને સહનશિલ મનુષ્ય સમાજના. અગ્રણી છે.
સામાજિક ન્યાયની પ્રેરણા પરંતુ અણુવ્રત કોઈ ને પંથ નથી. જે તે પંથ હેત તે આજે આપણે જુદા જુદા મત અને સંપ્રદાયોને સંગમ અહીં જઈ શક્ત નહિ. અણુવ્રત નથી તે અપરિગ્રહ કે નથી બ્રહ્મચર્ય. આચાર્ય તુલસીએ ગૃહસ્થી અને ગૃહસ્થ-મર્યાદાઓનો વિચાર કરીને સીધા-સાદા નિયમની રચના કરી છે, જેથી મનુષ્ય મનુષ્યને અનુચિત લાભ ન ઉઠાવે, એક બીજાનું શોષણ ન કરે. કાળાં બજારો ન કરવાં, વ્યાપારમાં જ ન બેલવું વગેરે એવી બાબત છે કે જેના પર અંકુશ રાખવાને માટે કરવામાં આવેલા સરકારી કાયદા-કાનુનો નકામા સાબીત થયા છે. આચાર્ય તુલસીએ કમજોરીના પુતલા સમાન મનુષ્યોના તે સ્થાન પર સામાજિક ન્યાયની પ્રેરણું કરી છે કે જેને આપણે અંતરાત્મા કહીએ છીએ. અંતરાત્માના આ વિવેક-મહાજાગરણના ચેકીદાર આચાર્ય તુલસીની નિષ્કપટ અને છલરહિત તપસ્યાનું જ એ પરિણામ છે કે જેના લીધે આજ છસોથી વધારે મનુષ્યો વ્યક્તિગત, સામાજિક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com