________________
[૪]
પરિવારિક, વ્યાપારિક આદિ જીવનના જુદા જુદા ક્ષેત્રમાં સત્ય અને અહિંસાના મૂલાધારને હદયંગમ બનાવીને, નવા બળ અને ઉત્સાહથી ન્યાયયુક્ત સમાજની રચનાના અગ્રદૂત બની રહ્યા છે. ખોયેલા વિવેકને જેમણે અવ્રતી સંધના નિયમ દ્વારા પ્રાપ્ત કર્યો છે, તે બધા અણુવતી છે, પછી ભલે તેઓ આજે આ દીક્ષાંત સમારેહમાં સામેલ ન હોય. અણુવ્રત ગ્રહણ કરવા માટે નથી જરૂર આચાર્યની કે નથી જફર સાક્ષીઓની. અણુવ્રતીની આસ્થાનું કેન્દ્રબિંદુ આચાર અને વિચારમાં સત્ય અને અહિંસાનું પાલન છે અને તે પાલન પણ કઈ રાજનૈતિક ઉદ્દેશથી નથી, કે જેથી આત્મબળી સમાજ અને સંસારની રચના થઈ શકે. આ રીતે અણુવ્રત યુગધર્મ છે. આ યુગધર્મને જે જાજ્વલ્યમાન અને સરળ શુદ્ધ રૂપમાં આચાર્ય તુલસીએ રજૂ કર્યો છે, તેમાં જ માનવજાતિ અને માનવપરિવારના કર્તા મનુષ્યનું ભવિષ્ય રહેલું છે.
કઠિન પ્રવાસ પરંતુ અણછાતી-સંઘની મજલ ઘણી કઠણ છે. તે યુગધર્મનું આવાન પણ છે અને ચેતવણું પણ છે. અમે જોયું છે કે આ જ દિલ્હી નગરીમાં વર્તમાન યુગના અહિંસાના સહુથી મોટા પ્રચારક મહાત્મા ગાંધીનું ખૂન પ્રાર્થના સ્થળમાં વિના કારણે થયું હતું. હિંસા અને અહિંસાની આ અથડામણ શેતાન અને ઈશ્વરના સંઘર્ષની માફક સદાથી ચાલતી આવી છે. હિસાએ આજ સુધીમાં જગતની કોઈ પણ સમસ્યાને ઉકેલ કર્યો નથી, અને તેના બળ પર જે કાંઈ ઉકેલો કરવામાં આવ્યા છે તે અસ્થાયી નિવડ્યા છે. તેથી જ આજે અહિંસા અને સત્ય વ્યાવહારિક મૂલ્ય ધરાવે છે. હિંસાની આ પ્રચંડ વાગ્નિને બુઝાવવા માટે આજે છ વ્યક્તિઓએ આચાર્યશ્રીની સામે પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી છે. તે બધાએ સમજવું જોઈએ કે અણુવ્રત કઈ ધાર્મિક કે પંથગત વસ્તુ નથી. તે તે સતત જીવન-આચરણ છે, જે નીચાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com