________________
પરિશિષ્ટ (૧)
અણુવ્રત અણુવતી-સંધના પહેલા વાર્ષિક અધિવેશનમાં જે પ્રતિજ્ઞાઓ લેવામાં આવી તે નીચે મુજબ છે :
(૧) અહિંસા વ્રત અહિંસાના સંબંધમાં નીચે જણાવેલી પ્રતિજ્ઞાઓનું પાલન અણુવતીને માટે અનિવાર્ય છે – ૧. ચાલતાં-ફરતાં નિરપરાધ પ્રાણીની સંકલ્પ, લક્ષ્ય અથવા
વિધિપૂર્વક હિંસા કરવી નહિ. ૨. કઈ ખાસ વ્યક્તિ કે ખાસ પક્ષની હત્યા કરવાને ઉદ્દેશ રાખનારા,
મંડળ, પક્ષ કે સંસ્થાના સભ્ય બનવું નહિ તથા એમના
કાર્યોમાં ભાગ લેવો નહિ. ૩. સ્વદેશની બહાર બનેલા વસ્ત્રો પહેરવાં કે ઓઢવાં નહિ. અપવાદ-ખાસ સંજોગોમાં તથા વિદેશવાસમાં ઉપર્યુક્ત નિયમ
લાગુ પડતું નથી. ૪. રેશમી અને તેનાં જેવાં હિંસાજન્ય વસ્ત્રોને પહેરવાં તથા ઓઢવા
નહિ. અપવાદ–વતગ્રહણ પૂર્વેના વસ્ત્રોની વપરાશમાં ઉપરના બન્ને
નિયમે બાધક નથી. ૫. કઈ પણ વ્યક્તિને અસ્પૃશ્ય માનીને તેનો તિરસ્કાર કરે નહિ. ૬. મોટાં જમણવાર કરવા નહિ અને રાજકીય નિયમ હોય તેનું
ઉલ્લંઘન કરવું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com