________________
[૩૭]
ધર્મ અને કર્મ હમણું જ આપણી વચ્ચે ગાંધીજી થઈ ગયા, જેઓ સત્યની પ્રતિજ્ઞા અને અહિંસાનું સાધન લઈને ચાલ્યા. તેઓ લૌકિક દષ્ટિએ પણ બીજા કરતાં ઓછા સફળ નથી થયા. સામાજિક અને રાષ્ટ્રીય પ્રશ્નોને તેમણે સત્ય અને અહિંસાની નીતિ દ્વારા ઉકેલ્યા છે. તેમના જીવનકાળમાં આપણને બધાને લાગ્યું કે સત્યનો આગ્રહ અને અહિંસાની સાધના સિદ્ધાંત કરતાંયે વધારે તે વ્યાવહારિક છે. તે શાસ્ત્રીય છે, પરંતુ તેનાથી કે વધારે તે માનવીય છે. તેનો ઉપયોગ તાત્કાલિક છે. આજના સવાલને બાજુએ રાખીને તેની શોધ થઈ શકે નહિ અને તેને બાજુએ રાખીને આજના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે નહિ. સિદ્ધાંત અને વ્યવહારને જુદા પાડવા એ ભયંકર છે. અને તેમાં જે અંતર છે, એથી તે શ્રદ્ધા અને પ્રયત્નને વધારે બળ મળવું જોઈએ.
. પરંતું લેકે માનવા લાગ્યા છે કે ગાંધીજીનું જીવન તે એમની સાથે ગયું. એની ખૂબી તે એમના જીવતા સુધી જ રહી. હવે તે વાત આગળ ચાલવાની નથી. માને કે આપણને અધિકાર પ્રાપ્ત થયો છે, જેથી ગાંધીજીના આદર્શ સિદ્ધાંતનું બંડલ છાંટીને સાહિત્યમાં અલગ સુરક્ષિત રાખી દઈએ અને વ્યવહારમાં માત્ર વ્યવહારના નિયમોથી જ ચલાવીએ. પરંતુ વિચારમાં અને આચારમાં) આદર્શ માં અને વ્યવહારમાં આવી ફાચર સારી નથી. તેનાથી મન વ્યગ્ર બને છે અને સંશયની હાલત પેદા થાય છે, અને સંશયાત્માનો તે નાશ જ છે. તેથી એવી અખંડ શ્રદ્ધાની જરૂર છે જે જીવનને વહેંચાયેલું જુએ નહિ, વહેંચે નહિ, પરંતુ સમગ્ર ભાવથી ગ્રહણ કરે અને તેને એકત્રિત તથા સંયુક્ત કરે. તેજ ધર્મ અને મર્મની ખાઈ પૂરાશે અને બંને એક બીજાના પૂરક બનશે.
અહીં કાંઇક તેવું જ દશ્ય જોઈ રહ્યો છું. શ્રદ્ધાએ લેકના દિલને ઉભરાવ્યા છે અને તેમને કેટલીક સંકલ્પની શક્તિ આપી છે. સત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com