________________
[૩૫]
જ કામ આવી શકે છે, જે સ્વેચ્છાએ ગ્રહણ કરે છે. એનું નામ છે આત્માનુશાસન. એ પદ્ધતિથી નૈતિકતાનું પ્રમાણ વધે છે અને બહારની રોક ટોક ઓછી આવશ્યક જણાય છે.
આજે અણુવ્રત લેનારા લેકે આ દુનિયાને જ આદમી છે. સિદ્ધાન્તી નહિ, પણ્ વ્યવહારી. બધા કામધંધાવાળા છે. ઘણાખરા ઘનવાન છે અને મોટા વ્યાપારના માલિક છે. તેઓને દુનિયાને ત્યાગ કરવાનું નથી. દુનિયામાં રહીને જ ચાલવાનું છે. પરંતુ સાથે ધર્મને પણ રાખવાનો છે અથવા કહે કે ધર્મની સાથે એના હેતુથી દુનિયામાં રહેવું છે. નૈતિક માપથી જીવનને ગાળવું છે નૈતિકતામાં સ્વાર્થનો નાશ નથી. માત્ર તેને પરમાર્થને આધીન રાખવાની ચેષ્ટા છે. આ વાત નાની સૂની નથી. બહુ મેટી છે. કેટલીકમાં સ્વાર્થ પરમાર્થને પિતાને આધીન રાખવાનો પ્રયત્ન કરતો જોવાય છે.
સંખ્યા વિરુદ્ધ ગુણ હાલમાં અણુમ્રતીઓની સંખ્યા છસોથી થોડી વધારે છે. પરંતુ આ દેશ તે બહુ મટે છે. તેના સાગર સમ વિસ્તારમાં આ સંખ્યા ટીપાં જેવી ગણી શકાય. છતાં એ ઠીક જ છે કે સંખ્યા પર વધારે ધ્યાન નથી અપાયું જે ગુણ પર જ લક્ષ્ય હેય તે સંખ્યા પિતાની મેળે ક્યાંની કયાં પહોંચી જાય છે. મેં જોયું છે કે અણુતી-સંધને તેટલે લોભ સંખ્યાનો નથી કે જેટલે લેભ-આગ્રહ ગુણને છે. આ જાતની સંખ્યાની અલ્પતા બહુ મોટાં પરિણમે લાવી શકે છે.
" સંખ્યાને વધારે મહત્વ આપનાર આજનું વિજ્ઞાન છે. અંક ગણિત તેને આત્મા છે. તેનું મુખ્ય લક્ષ્ય પરિણામ પર જ રહે છે. તે દષ્ટિએ મોટા મોટા નકશાઓ બને છે. પ્લાન ઘડાય છે, મશીન એકત્ર થાય છે અને કારખાનાઓ ઉભાં થાય છે. તેના જેર પર ઉત્પાદન બહુ મોટા પાયે કરવામાં આવે છે. પરંતુ તેનાથી શાંતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com