________________
[૩૪] છું કે જેઓ પ્રતિજ્ઞા લઈને અણુવતી બન્યા છે. વતીનો માર્ગ સરલ: હેત નથી. તેમાં ખૂબ મુશ્કેલીઓ આવે છે. તે મુશ્કેલીઓને તેઓ પિતે જાણતા હશે, પરંતુ તે બધીનો તેઓ સામનો કરશે. વ્રતથી.
ચુત નહિ થઈએ, એ તેમણે નિશ્ચય કર્યો છે. આ વાત અતિ પ્રશંસનીય છે તેઓની ભાવના જોતાં મને વિશ્વાસ છે કે તેમની પ્રતિજ્ઞા તૂટશે નહિ; પણ વૃદ્ધિ પામશે અને ફેલાશે. વળી આચાર્ય તુલસીગણ એમની સાથે છે. હું એમને જાણું છું એ મુજબ મને. વિશ્વાસ છે કે અણછાતી બંધુઓને તેમના તરફથી પ્રતિજ્ઞાનું પાલન થવામાં શક્તિ અને પ્રેરણા મળતી રહેશે.
આજની પરિસ્થિતિને સહુ જાણો છો ભષ્ટાચાર છેલ્લી હદે. પહોંચે છે. પૈસા કમાવાના માર્ગોમાં મર્યાદાનો વિચાર જ ભલાઈ જવાય છે. આ હાલત ખાડામાં પાડનારી છે, પરંતુ ખાડામાં કોઈને પડવું નથી. શ્રી ગુલઝારીલાલ નંદાને એક ઠરાવ આવ્યો હતે. હું કહી શકું છું કે તેમાં જે કાર્યક્રમ હતો, તેનાથી આ અણુવતી-સંધના આદેશ અને નિયમે આગળ વધે છે. આ વધારે વ્યાપક છે, એની ભૂમિકા રાય. થી આગળ ધાર્મિક છે.
આત્માનું શાસન બધાને અનુભવ થઈ રહ્યો છે કે આજે શ્રદ્ધા ઢીલી છે. સિદ્ધાંત. તે લેકે સારી રીતે જાણે છે. પણ વ્યવહારમાં તે કેવી રીતે મૂકી શકાય. તે માટે તેમનું મન ડગમગે છે. તેથી વ્યવહાર પર અંકુશ રહ્યો નથી તેને નિરંકુશ ચાલવા દેવામાં આવે છે. બહારના ઉપાયો એટલે કાયદા અને હુકૂમતનો અંકુશ ખરી બીમારીના ઈલાજમાં કામ લાગતું નથી. તેથી રોગ મટતો નથી પણ અંદર જાય છે. કાયદાથી બચવા માટે તરેહ તરેહના ઉપાયો શોધી કાઢવામા આવે છે અને ખુદ કાયદાપાલનની. જવાબદારી ઉઠાવનારા અધિકારીઓ તેમાં મદદ કરે છે. અંકુશ અંતરનો: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com