________________
[ ૭૩ ]
જીવનની મહાનતા પ્રત્યે લઈ જનારા વ્યાપક ગુણ છે. આચાર્યશ્રીને મારી પ્રાર્થના છે કે અમને આ વાતને સ્વીકાર કરો અને આશિર્વાદ આપે કે જેથી અમે તેને જીવનમાં પૂરા ઉતારી શકીએ.
એ રીતે મહિલાઓ તરફથી શ્રીમતી ભાગીરથીદેવી દસાણીએ નિવેદન કર્યું.
આચાર્યશ્રીએ અણુવ્રત ગ્રહણ કરનારાં સ્ત્રી-પુરુષને અન્તર્મુખ થઈને ધ્યાન ધરવાને આદેશ આપ્યો. કેટલીક મિનિટની પૂર્ણ નિસ્તબ્ધતા અને શાંતિ પછી મુનિ શ્રી નગરાજજી સ્વામીએ અહિંસા, સત્ય, અસ્તેય, - બ્રહ્મચર્ય તથા અપરિગ્રહને લગતી પ્રતિજ્ઞાઓનું ક્રમશ: વાંચન કર્યું અને હાજર રહેલા અણુવ્રતીઓએ પાંચે વાર ઉભા થઈને તે પ્રતિજ્ઞાઓને ગ્રહણ કરી, આચાર્યશ્રીએ પાંચે વાર તેમને ગ્રહણ કરાવવાની મહાન કૃપા કરી. એ સુંદર, મનોહર અને હૃદયગ્રાહી દશ્યને ખ્યાલ તે નજરે જેનારને જ આવી શકે. હાજર રહેલા નર-નારીઓ મંત્રમુગ્ધ થઈને -આ બધું દશ્ય જોઈ રહ્યા હતા. પછી બીજાં ભાષણ થયાં.
બીજા ભાષણ
(૧)
જીવનનું નૈતિક માપ સુપ્રસિદ્ધ વિચારક, લેખક અને કથાકાર શ્રી જેન્દ્રજીએ પોતાના મનનીય મહત્વપૂર્ણ ભાષણમાં કહ્યું કે
આ પ્રસંગે બોલતાં મને લજજાનો અનુભવ થાય છે, લજા સાથે ઈર્ષાનો પણ અણુવતી-સંધમાં મારું નામ આપી શક્યો નથી. આપી શક્યો હતો તે સારું થાત. તેમના ભાગ્યની હું પ્રશંસા કરું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com