________________
[ ૩૬ ]
અને સુખચેનની સૃષ્ટિનું રાન થાય ખરૂં ? ના, એવું થતુ' હાય તેમ જોવામાં આવતું નથી--જોઈ શકાતું નથી. વ્યક્તિ જડ અંક નથી, પણ જીવંત છે—સહૃદય છે. તેના સરવાળા અને ગુણાકારના આધાર પર માનવજાતિની સમસ્યાનો ઉકેલ થઈ શકે નિહ, આજનું વિજ્ઞાન જે હિંસા-અહિંસા જેવા હૃદય અને ચૈતન્યના પ્રશ્નો પ્રત્યે બેકાળજી રાખીને ચાલે છે, તે સમાધાન અને શાંતિનો માર્ગ લાવી શકે, એવી કાઇ સંભાવના નથી.
હંસક દશ નની શોધ
તેથી જ પશ્ચિમનો વિચારક વર્ગ આજે કાઈ પણ જતના અપવાદ વિના એવા વિચાર કરવા લાગ્યા છે કે ‘આપણી માપ અથવા મૂલ્યની દૃષ્ટિ બદલવાની જરૂર છે. કારણ કે આધુનિક અર્થશાસ્ત્ર અને તેના આંકડાએ જીવન વિકાસમાં વધુ કામ આપી શકતા નથી. તેમાંથી તે સ્પર્ધા અને સંઘર્ષ આવશ્યક બનતા જાય છે અને યુદ્ધ પાછું ઠેલાવાને બદલે નજીક આવતુ ાય છે. આમ જોઇએ તે કેટલીક સદીઓથી પદાર્થ વિજ્ઞાનના આધારે પશ્ચિમનુ જીવન ‘ ઉન્નતિ ’ તરફ જઇ રહ્યું છે. પણ એ ઉન્નતિની આગળ યુદ્ધે અનિવાય બનીને આવી જ પહેાંચે છે. એટલે ત્યાંના વિચારકાને હવે એવા સ'શય થવા લાગ્યા છે । જેને આપણે ઉન્નતિ માની રહ્યા છીએ તે ખરેખર ઉન્નતિ છે કે અવનતિ ? તેમણે આજપર્યંત માની લીધેલી ઉન્નતિ સાચી હતી, એ શ્રદ્ધા પણ હવે ડગી ગઇ છે, તેથી તે બીજી શ્રદ્ધાની તપાસમાં છે. હવે તેા એવા માની—એવા ઉપાયની પ્રતિક્ષા થઈ રહી છે કે જે એક જાતિને બીજી જાતિ- સાથે એવા સંબંધથી જોડી શકે કે જેનુ પરિણામ અથડામણમાં ન આવતાં સહકારમાં આવે; સ’શયના સ્થાને સ્નેહ જાગૃત થાય. તાત્પર્ય કે એક સર્વોદયી અહિંસક દનની આવશ્યકતા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com