________________
[૩૮]
અહિંસાને સામે રાખીને કેટલાક લેકએ નિયમ લીધા છે કે તેઓ પિતાના વ્યાપારમાં અને વ્યવહારમાં, સંક્ષેપમાં પિતાના કર્મને ધર્મની સાથે ચલાવશે. આ સ્વરૂપમાં ધર્મ નિ:સંદેહ પ્રેરક થઈ શકે છે. માત્ર સિદ્ધાંતમાં તે તે શાસ્ત્રાર્થનો વિષય બની જાય છે. આચરણમાં લાવીને દેખાડવું પડશે કે વૈયક્તિક અથવા સામૂહિક જીવનને ધર્મના આધારે જ ઘડીને કેવી રીતે ઉન્નત બનાવી શકાય છે.
હું માનવા ઇચ્છું છું કે આ જે પગલું ભરવામાં આવ્યું છે, તે પહેલું હોય. એના પરિણામે બીજું ભરાશે, પછી ત્રીજું અને એ રીતે શરૂ કરેલી યાત્રા વગર અટકયે જ આગળ વધતી જશે. પહેલું પગલું જ મુશ્કેલ હોય છે. તેના માટે દષ્ટિને સ્થિર અને સંકલ્પને મજબૂત કરવા પડે છે. જે તે આગલું પગલું ન ઉપાડે તે પાછલું પગલું સ્વયં બંધનનું કારણ બની જાય છે. પગલું ભરીને ત્યાં જ સ્થિર થઈ જવું એ કાંઈ ગતિ નથી. ત્યાંથી આગળ જ ચાલતા રહેવું જોઈએ. બધી સ્થિતિને સ્વીકાર કરે પરંતુ કોઈ પણ સ્થિતિથી. બંધાઈ ન જવું એ ધર્મ તથા ધાર્મિકનું લક્ષણ છે.
આશા રાખી શકાય કે અણુવ્રતી-સંઘ “અ” થી શરૂ કરીને ત્યાં જ ભી જશે નહિ, પણ તેનાથી આગળ વધશે. આજે જીવનનું કેન્દ્ર ધન બનેલું જણાય છે, એવી ઘોષણા માત્રથી કામ ચાલશે નહિ, પરંતુ જ્યાં કેન્દ્ર છે ત્યાં અર્થાત્ આત્મામાં આત્મસ્વીકૃત સ્વૈચ્છિત શ્રમની યથાર્થ પ્રતિષ્ઠા કરવી પડશે. અહિંસાએ આગળ આવીને શ્રમ અને ધનના કેયડાને ઉકેલવો પડશે. ઉત્પાદન અને વહેંચણીની રીતને એવી રીતે ફેરવી નાખવી પડશે કે તે અહિસાથી પ્રેરિત હોય અને અહિંસામાં જ પરિણામે. જ્યાં સુધી પદાર્થને બદલે આત્મા કેન્દ્ર નહિ બને, સંગઠિત સત્તાના કાયદાને બદલે દરેકના અંતઃકરણમાં રહેલા નૈતિક નિયમ કેન્દ્ર નહિ બને, રાજાથી વધારે પ્રજા કેન્દ્ર નહિ બને
અને ધનવાનને બદલે શ્રમજીવીઓમાં તે કેન્દ્રનો અનુભવ નહિ થાય ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com