________________
વ્રત-ગ્રહણ-સંસ્કાર
નવા સમાજનો પાયો આચાર્યશ્રીના ભાષણની અસર એટલી ઊંડી થઈ કે વાતાવરણ મુખ્ય કાર્યક્રમને બરાબર અનુકૂળ બની ગયું વાતાવરણ અત્યંત ગંભીર અને નિસ્તબ્ધ હોવા છતાં તેમાં અપૂર્વ ઉત્સાહ સમાયેલું હતું. અવ્રતએના ચહેરા ઉપર દૃઢતા અને સ્થિરતાને ભાવ ઝળકી રહ્યો હતે. એમનાં હૃદય પિતાની જવાબદારીનો અનુભવ કરી રહ્યાં હતાં. સચ્ચાઈ અને ઈમાનદારી એમના વિશ્વાસને નવું જીવન અર્પણ કરી રહી હતી. ધ્રુવ અને પ્રહલાદના જેવી વીરતા, ધીરતા અને ગંભીરતા એમના સંકલ્પમાં સમાયેલી હતી. જેમાં ગુરુ ગોવિંદસિહે પાંચ પ્યારાઓને અમૃતનું પાન કરાવીને મૃત્યુથી પણ ન કરનારા અને સર્વ પ્રકારની સાંસારિક ખામીઓથી રહિત (ખાલિસ) ખાલસાને માટે નવા સમાજનો પાયે નાખ્યા હતા, તેવું જ કઈ ભવ્ય, આકર્ષક અને મનોરમ્ય દશ્ય ખતું હતું. વર્તમાન યુગને જોતાં આચાર્ય શ્રી તુલસી વાસ્તવમાં એક નવા સમાજનો પાયો સવથી વિશુદ્ધ નિતિક આધાર પર નાખી રહ્યા હતા.
શાંત વાતાવરણની નિસ્તબ્ધતાને પિતાના સ્થિર અને ગંભીર. દઢ અને નિશ્ચિત શબ્દોથી ભંગ કરતાં તેરાપંથી મહાસભાના મુખ્ય મંત્રી સમાજ-ભૂષણ શ્રી છગમલજી ચોપડા બી. એ. બી. એલે. આચાર્યશ્રીને વ્રત ગ્રહણ કરાવવા માટે વિનંતિ કરી. તેમણે કહ્યું જે આપણું જીવનનું નિર્માણ કરનારા અહિંસા, સત્ય, અસ્તેય બ્રહ્મચર્ય તથા અપરિ.. ગ્રહના વ્રતે સાંપ્રદાયિક હેય તે અમને સાંપ્રદાયિક કહેવડાવવામાં પણ કઈ શરમ કે સંકોચ નથી. પરંતુ આ વ્રતે તે મનુષ્યને અકિંચન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com