________________
[ ૩૦ ]
સાક્ષી અને ગૃહસ્થ ગમે તેને જુઓ; અસત્યની માત્રામાં સત્યની માત્રા અદશ્ય થઈ રહી છે. જેના પર આ જૂઠનો અમલ થાય છે, તે દુઃખનો અનુભવ કરે છે. પણ બીજાના પ્રસંગમાં પાછો તે એ વાતને ભૂલી જાય છે. જેની વસ્તુ ચેરાઈ જાય છે, તેને દુઃખ થાય છે. પણ બીજાના અધિકારને પચાવી પાડતી વખતે તે પોતાની સ્થિતિ યાદ કરતો નથી. કેવું સારું! જો પ્રત્યેક ખોટું કામ કરતાં પહેલાં માણસ પોતાની હાલતને ઊદાહરણ બનાવી લે તો ?
- બ્રહ્મચર્યના વિષયમાં શું કહું ?—કેટલું કહું ? શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દરેક સ્થિતિને સુદઢ અને સુવ્યવસ્થિત રાખવા માટે બ્રહ્મચર્ય આવશ્યક છે. પૂર્ણ બ્રહ્મચર્ય કઠોર સાધના છે, છતાં અબ્રહ્મચર્ય પર કાબુ રાખવો એ એકદમ જરૂર છે. અપ્રાકૃતિક મૈથુન, વેશ્યાવૃતિ આદિ દુષ્પવૃત્તિઓના કડવાં ફળથી કેણ અજાણ છે?
મનુષ્યમાં વિવેક હેાય છે, ભલાબૂરાનું જ્ઞાન હોય છે પણ સંગ્રહ-રાક્ષસી સામે આવતાં જ તે બધું ભૂલાવી દે છે. તેથી તે અન્યાયમાં પ્રવૃત્ત થાય છે. અધિક પરિગ્રહથી સામાજિક જીવન બેજ વાળું બની ગયું છે. તરેહ તરેહની કુરૂઢિઓનું પિષણ કરવાને માટે ધન કમાવાની ભાવના પ્રબળ બને છે અને તે માટે કાર્ય કે અકાર્ય બધા ઉપાયોને અજમાવવામાં આવે છે. “કમી કરે એ ધર્મનો મૂળ મંત્ર છે. ભોગ-સામગ્રીને વધારવી એ શ્રેયસ્ નથી. ઈચ્છા-નિયંત્રણની વેદી પર બધા ઝઘડાઓ આપોઆપ સ્વાહા થઈ જાય છે.
શું હું એવી આશા રાખું કે તમે બધા આ તરફ ધ્યાન આપશે ?
હું ઇચ્છું છું કે આ સંઘમાં પ્રત્યેક વર્ગની દરેક વ્યક્તિ જોડાઈ જાય. એનાં દ્વાર બધાને માટે ખુલ્લા રહે. આ ભૌતિક વિજ્ઞાનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com