________________
[૨૯ ]
,
મૂળ છે.
, ભાગ લે છે.
તિરસ્કાર
સૂરતાનું પરિણામ કૂરતા બધા અન્યાયનું મૂળ છે. કેટલાક કોઈની હત્યા કરે છે અથવા તેમાં ભાગ લે છે; કેટલાક મનુષ્યને અછૂત માને છે, તેમનો તિરસ્કાર કરે છે. આ બધું આપણું અંતરમાં છુપાઈ રહેલી ક્રૂરતાનું પરિણામ છે. તમે સમજતા હશે કે કોઈને અસ્પૃશ્ય માનીને તેનો તિરસ્કાર ન કરવાથી શું થવાનું પણ બીજું કંઈ નહિ તે તેનાથી છુપાઈ રહેલી કુરતા પર ભારે પ્રહાર થશે, અહંભાવ ઘટી જશે, જાતીય જીવનનું એક ભૂ પ્રકરણ સમાપ્ત થશે. મનુષ્યએ બીજાને નીચ માન્યા. આશ્રિત પર મનફાવતું કર્યું. પશુઓની બાબતમાં કંઈ વિચાર્યું પણ એટલે સમય જ ક્યાં છે? શું વર્ગ-સંઘર્ષ એમાંથી તે જન્મ્યા નથી ? ક્રિયાની પ્રતિક્રિયા થાય છે. તમે એ શાશ્વત નિયમને કેમ ભૂલી જાઓ છે ? આત્મહત્યા કેટલું મોટું પાપ છે? પરંતુ આધ્યાત્મિક જાગૃતિના અભાવે તે શાકભાજી જેવી સસ્તી બની રહી છે. પરીક્ષામાં નિષ્ફળતા મળી, કુટુંબમાં થડે અણબનાવ થયે, વ્યાપારમાં કાંઈક ખોટ આવી, કોઈ નાનકડી મુંઝવણ સામે આવીને ઉભી રહી કે તરત આત્મહત્યાનો રસ્તો લેવામાં આવે છે. બ્રણ હત્યાનું કામ પણ કાંઈ ઓછું થતું નથી. અણુવ્રતી બનવાને અર્થ છે આ બુરાઈઓથી બચવું. અહિંસા અણુવ્રતમાં દારૂ ન પીવે, માંસ ન ખાવું, આગ ન લગાડવી, શિકાર ન કરે, ગાળ ન દેવી વગેરે અનેક નિયમ છે. એ બધાની ઉપયોગિતા અત્યારે જ હું તમને બતાવી શકું એ શક્ય લાગતું નથી.
વિશ્વની વ્યવસ્થાને મૂળ આધાર સત્ય છે. તેની આજે શું સ્થિતિ છે. તે બધા જાણે છે. તેથી વિશેષ હું શું કહું વાતવાતમાં જૂઠ છે. ખાવાપીવાની વાતથી માંડીને જીવનની સાથે સંબંધ રાખનારી પ્રત્યેક વાત પર અસત્ય છવાઈ ગયું છે. ન્યાયાધીશ, પંચ, વકીલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com