________________
[ ૧૫ ]
હું ઈચ્છું છું કે આ પ્રવૃત્તિઓ દષ્ટિકોણમાં પરિવર્તન લાવે, દષ્ટિ બેટી છે. એથી જીવન સુધરતું નથી. સુધારણા કઈ બાહ્ય વસ્તુ નથી. તે આત્માની અંતરંગ પ્રવૃત્તિ છે. કાર્ય દઢ ભાવનાની મર્યાદા તોડી શકતું નથી. જોકે કહે છે કે બુરાઇઓ બહુ વધી ગઈ એ સાચું પણ છે. પરંતુ તે છેડ્યાં? એ પણ વિચાર્યું હશે? જડમાં કોઈ બુરાઈ હઈ શકતી નથી. જે ભલાઈ કરવાનું જાણતા નથી તે બુરાઈ પણ કેવી રીતે કરે? ભલાઈ અને બુરાઈનું યંત્ર બીજાને માનવા એ ભૂલ છે. તેથી આપણું ઋષિઓએ “કવિ આમળા” પિતે પિતાને જ જુઓ અને સુધારે” એવો ઉપદેશ આપ્યો. અણુવતી સંઘને આધારસ્થલ એજ છે એને સમજી લેવાથી દુનિયાની કોઈ સમસ્યા મુંઝવી શકશે નહિ, એ મને વિશ્વાસ છે.
શુભ-સંદેશ સ્વાગત મંત્રી શ્રી સત્યદેવ વિદ્યાલંકારે અધિવેશન અંગે આવેલા સંદેશાઓ સ ભળાવતાં કહ્યું કે આપણે અધિવેશનનું કાર્ય આ સ્વરૂપમાં જલદી શરૂ કરી શક્યા નહિ. સ્વાગત સમિતિ તરફથી નિમંત્રણે મોકલવામાં બહુ વિલંબ થઈ ગયા. આપણા બડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ આપણું પર બે પત્ર પાઠવ્યા છે અને બન્ને પત્રોમાં સમયના અભાવથી હાજર રહેવાની તથા વિસ્તૃત સંદેશે મેકલવાની અશક્તિ પ્રકટ કરી છે. આચાર્યશ્રી બે દિવસ પહેલાં જ રાષ્ટ્રપતિની વિનંતિથી “ગવર્મેન્ટ હાઉસમાં પધાર્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રધ્રસાદજીની સાથે અનેક વિષયો પર અને ખાસકરીને અણુવતી-સંઘની બાબતમાં ઘણે વાર્તાલાપ થયે. રાષ્ટ્રપતિ આ સંધ પ્રત્યે ઘણી અમિસચિ ધરાવે છે. તેઓએ સફલતાની આશા રાખતાં એ અભિપ્રાય પ્રગટ કર્યો કે પ્રચાર, ઉપદેશ અને સહિષ્ણુતાથી તેઓને સંધ દૂર કરે કે જેઓને આમાં સંકીર્ણ સાંપ્રદાયિકતા નજરે પડે છે. કાલે અમે શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આજાદ સાહેબને ત્યાં ગયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com