________________
[૨૪]
માનવના શરીરમાં કાર્યક્ષમતા છે અને સાથે સાથે બુદ્ધિબળ પણ છે. ભારતીય દાર્શનિકના સ્વરમાં એજ વાણી ગુંજી “સત્યને શોધો અને તેને જીવનમાં ઉતારે.” તેના ફલસ્વરૂપે જ્ઞાનવાદ અને ક્રિયાવાદનો પ્રચાર થયો. ભગવાન મહાવીરે બે પ્રકારની પ્રજ્ઞા બતાવી-જ્ઞપ્રજ્ઞા અને પ્રત્યાખ્યાન પ્રજ્ઞા. તાત્પર્ય કે બધું કે જાણે અને દુઃખના હેતુઓને છોડે. પ્રાણીમાત્ર સુખના અભિલાષી છે, કઈ દુઃખ ચાહતું નથી. સુખ આત્માનો ધર્મ છે, તે બહારથી આવતું નથી. અંતરમાં રહેનારું સુખ બાહ્ય વસ્તુઓના આવરણથી ઢંકાયેલું છે––દબાયેલું છે, તેને ઓળખવાને માટે-પ્રકાશમાં લાવવાને માટે આપણું સત્યશોધક તપસ્વીઓએ એક ઉપાય બતાવ્યો જેને આપણે ધર્મ કહેવા લાગ્યા અને આજે પણ કહી રહ્યા છીએ.
ધર્મનું સ્વરૂપ “ો મુર્દિ મસા રંગમાં તવો”—ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. તેનું સ્વરુપ છે –અહિંસા, સંયમ અને તપસ્યા. આ ત્રિવેણીના પાવન-સંગમમાં મનુષ્યને મનવાંછિત સુખને લાભ થાય છે. આ માન્યતાના આધાર પર અસંખ્ય નર-નારીઓએ લુખસુકે ટલે
ખાઈને તથા ફાટ્યાતૂટ્યાં કપડાં પહેરીને પણ તે આનંદ માણ્યો કે જે વિશ્વસમ્રટને પણ મળી શકતું નથી. સન્નાટો તે અકિંચન તપસ્વીઓના ચરણની રજ માટે તલસતા અને તેમના સુખવૈભવની કરતા. આત્મજ્ઞાનના પ્રકાશની સામે ભૌતિક વિજ્ઞાનનું નક્ષત્ર તેજહીન જણાય છે.
સમયનું ચક્ર ફરી રહ્યું છે. તેમાં આરોહ-અવરોહ, ઉતાર-ચઢાણ અવશ્ય થાય છે. એ ચક્ર ઘૂખ્યું અને ભૂતવિજ્ઞાન પર આવ્યું. આત્મા અને ધર્મ ઉપર દઢ આસ્થા ન રહી. ઘણા ખરા બુદ્ધિવાદીઓ ધર્મને કલહ, શોષણ અને સત્યાચારનો અખાડે સિદ્ધ કરવાને ઉલટી પડ્યા. તેમના શિષ્ય-પ્રશિષ્યોએ પણ એજ રાગ આલાપ્યો. વિશ્વનું દૃષ્ટિબિંદુ છેક ઝાંખું પડી ગયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com