________________
[૨૫]
ધર્મનું આચરણ ન કરવું તે એક વાત છે, આચરણ કરવું તે બીજી વાત છે અને તેને ઉતારી પાડવે એ ત્રીજી વાત છે. ધર્મનો દુરુપયોગ કરવાથી મોટા મોટા અન્યાય થયા અને થઈ શકે છે. પણ તેથી એ સિદ્ધ થતું નથી કે ધર્મ ખરાબ છે. આપણે ધર્મને નામ પર થઈ રહેલી ઠગાઈઓના પિષક નથી; પરંતુ સાથે સાથે ધર્મ જેવી દૈવી. સંપત્તિની સાથે ચેડાં કાઢવાનું પણ ઈચછતા નથી. ધાર્મિક વિચારે અંગે ભગવાન મહાવીરની ક્રાંતિષશું આપણી સામે છે – “विसं तु णीयं जह काडकूड, हणाई सत्थं जह कुग्गहीयं । एसो व धम्मो विषयोववन्नो, हणाइ वेयाल इव विवन्नो ॥ -
અવધિથી ગ્રહણ કરેલું શસ્ત્ર અને કાલકૂટ ઝેર જેવું ઘાતક છે, તેવો જ ઘાતક ધર્મ પણ થઈ શકે છે કે જ્યારે તેમાં કામવાસના અને લાલસાનો ઉત્પાત મચે છે. ધાર્મિક એ ચેતવણીથી અજાણ ન હતા.
આજનું વિજ્ઞાન પિતાને બુદ્ધિજીવી” માનવાનો આગ્રહ કરનારાઓને અમારે એ અનુરોધ છે કે તેઓ થોડું પાછું વાળીને જુએ. આજે વિજ્ઞાનનો રંગઢંગ કેવો છે? તેનો ઉપયોગ કેવા કામ માટે થઈ રહ્યો છે? એની ઝડપ નરસંહારની ભૂમિકા લગભગ પહોંચી ગઈ છે. પદાર્થ વિજ્ઞાનની દૃષ્ટિએ વિજ્ઞાનને કઈ ખરાબ કહી શકે તેમ નથી. એનો દુરુપયોગ નિંદાને પાત્ર છે.
આપણે તટસ્થ બુદ્ધિથી ધર્મ અને પદાર્થ વિજ્ઞાનનો તુલનાત્મક. અભ્યાસ કરવો જોઈએ.
સુખ-શાંતિને અર્થે તથા અંતિમ લક્ષ મોક્ષ પામવાને માટે ધર્મની આવશ્યક્તા છે. જીવનની સુખસગવડો માટે ભૌતિક વિજ્ઞાનને પણ અનુપયોગી કહી શકાય નહિ. દુ૫યોગ બંનેનો ખરાબ છે. ધર્મમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com