________________
[૧૩]
સંસ્થા અને સંગઠનના રૂપમાં સહુથી મોટું કામ છે. એટલા માટે જ
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના વ્રત પાલનની નિષ્ઠા જે વ્યક્તિગત જીવન હોવું જોઈએ, તે આ સંસ્થા અને સંગઠનને મૂળભૂત આધાર છે.
રાષ્ટ્રીય ઉપયોગિતા આપણું લેકશાહી રાષ્ટ્ર પિતાના માટે સંપ્રદાયનિરપેક્ષ આદર્શનો સ્વીકાર કર્યો છે. તેના એ આદર્શને પુષ્ટ કરવા માટે એવી સંસ્થાઓ અને સંગઠનની ખાસ આવશ્યકતા છે. જે સંપ્રદાયની સંકીર્ણતા, અનુદારતા અને અસહિષ્ણુતાથી તદન રહિત હોય. આપણી આ સંસ્થાનું સ્વરૂપ એવું જ છે. સર્વે ધર્મો, સંપ્રદાય, વર્ગો અને શ્રેણીઓના લેકે માટે એને માર્ગ ખુલે છે. આજે પણ એમાં બધા લેકે સામેલ છે. તેથી રાષ્ટ્રીયતાપ્રધાન પ્રવૃત્તિ ન હોવા છતાં આ સંધ રાષ્ટ્રનાં શક્તિ અને બિલમાં અભિવૃદ્ધિ કરનાર છે. રાષ્ટ્રીય દષ્ટિએ પણ એની ઉપયોગિતા નિર્વિવાદ છે.
કેટલાક લોકોને એ વાતને વાંધે છે કે એક ખાસ સંપ્રદાયના આચાર્ય જ એના નાયક કેમ છે ? તેઓને એમાં સાંપ્રદાયિક્તાની ગંધ આવી રહી છે. તે સંબંધી એટલું જ જણાવવાનું કે આચાર્યશ્રીના વિચારે અને ઊપદેશમાં સાંપ્રદાયિક્તાની છાયા જરા પણ નથી. તેઓ એને નિરંતર વિરોધ કરી રહ્યા છે. આચાર્યશ્રીએ પોતે જ આ સંસ્થાને અસાંપ્રદાયિક આકાર આપ્યો છે. તેઓ તે તેરા પંથને પણ એક સંપ્રદાય ન ગણતાં એક ક્રાંતિ માની રહ્યા છે. તેઓ એને મારે પંચ ન કહેતાં તેરા પંથ એટલે ભગવાનને કે માનવનો પંથ કહે છે. તેથી એવી કોઈ આશંકા કે સંદેહ પ્રગટ કરે નકામે છે. ભગવાન કૃષ્ણને પણ છેવટે અર્જુનને કહેવું પડ્યું હતું કે “મા ત્રા” તે “મોમેવ” માં જેને સંકીર્ણતા કે સાંપ્રદાયિતા દેખાતી નથી, તેમણે આ સંસ્થા અને સંગઠનના આ સ્વરૂપમાં પણ સંદેહ કે શંકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com