________________
[૧૧]
આપની માન્યતા આપણી માન્યતા પશ્ચિમની આ માન્યતાથી સર્વથા ભિન્ન છે. આપણે એમ માનીએ છીએ કે પ્રત્યેક મનુષ્યના હદયમાં મહાનતા છુપાયેલી છે, જે પશુતા મનુષ્યના સર્વ અંગ પર છવાઈ જવા ઇચ્છે છે, તેનો પ્રતિકાર આ મહાનતાને જાગ્રત કરવાથી જ થઈ શકે છે. તેથી આપણે બધા ધર્મો, બધા સંપ્રદાય, બધા ધર્માચાર્યો અને બધા મહાપુરૂષો મનુષ્યની આ સ્વાભાવિક મહાનતાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. “ઉઠે, જાગો અને શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે”ની ઘેષણું સંભવત: દુનિયામાં ત્યારથી સંભળાઈ રહી છે, જ્યારથી આ સૃષ્ટિમાં મનુષ્ય પિતાની આંખો ઉઘાડી છે. જરા કલ્પના તે કરે કે નિર્જીવ જણાતા અણુમાં પ્રલય મચાવનારી ભયંકર શક્તિને જગાડનારા માનવ આત્મામાં કેટલી પ્રચંડ શક્તિ કેટલી તેજસ્વિતા અને કેટલી મહાનતા છુપાઈ રહેલી હશે ? આ અણુવતી-સંઘ એ શક્તિને જગાડવાનો એક વિનમ્ર પ્રયાસ કરવાનું છે છે. જે અણુ અને હાઈડ્રોજનની શક્તિને લગતી ધળોને વિજ્ઞાનનાં જગતમાં મહાન ક્રાંતિનું નામ આપી શકાય છે, તે આત્માની આ અદ્દભુત શક્તિને જાગૃત કરનારા અને મનુષ્યની આ રીતે શુદ્ધિ કરનારા પ્રયત્નને ક્રાંતિ અને પ્રબલ ક્રાંતિ નું નામ કેમ ન આપી શકાય ? અણુવતી-સંઘ આ દૃષ્ટિથી એક મહાન ક્રાંતિકારી પ્રયોગ છે. માનવની મહાનતાને ઢાંકી દેવાનો પ્રયત્ન કરનારી પશુતાનો એક સબલ અને સુનિશ્ચિત પ્રતિકાર છે. અનૈતિકતા તરફ લઈ જનાર ઘોર અંધકારને દૂર કરનારે એક દિવ્ય પ્રકાશ છે. અનાચાર અથવા ભ્રષ્ટાચારના ઊંડા ખાડામાં ઊંધા મોઢે ગબડાવી પાડનારી કુપ્રવૃત્તિઓથી બચવાને સીધો માર્ગ બતાવનારી એક સુસ્પષ્ટ ચેતાવણી છે.
વિશ્વને કાયાકલ્પ પ્રત્યેક મનુષ્યનો આત્મા જ્યારે આ રીતે જાગી ઉઠશે, ત્યારે સમાજ, રાષ્ટ્ર તથા વિશ્વને કાયાકલ્પ થઈ જશે. તેથી આ નાના સરખા પ્રયત્નમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com