________________
[ ૧૦ ]
માનવનું બલિદાન આપ્યા પછી પણ આ લેકે કઈ શીખ્યા નથી. તેઓ પિતાના એ જ માર્ગ પર અખલિત ગતિએ નિરંતર ચાલ્યું જ જાય છે વિનાશની નવામાં નવી અને ભીષણમાં ભીષણ શોધના દિલ કંપાવનારા સમાચારે યમરાજના સંદેશ રૂપે દર ચાર-છ માસે સાંભળવામાં આવે છે. રૂઝવેલ્ટ, ચર્ચિલ, સ્ટેલિન, હિટલર, મુસોલિની, જે અને તેમના જેટળા પણ સાથીઓ છે, તે બધા ઈશ્વર, ધર્મ અને શાંતિના નામે જ આ બધું કરતા હતા. આજે પણ તેવા નામે જ બધું કામ ચાલી રહ્યું છે અને અણુબના ગર્ભમાંથી વિશ્વશાંતિને જન્મ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ આજે પણ મનુષ્ય ઈશ્વર, ધર્મ અને શાંતિથી તેટલે જ દૂર છે કે જેટળો તે વિશ્વયુદ્ધમાં અને તેની પહેલાં હતા.
પશ્ચિમની વિચારધારા અને જુદા જુદા વાદે યુદ્ધવિષયક શાની માફળ નિફળ જવાનું મુખ્ય કારણ એ છે કે તે મનુષ્યની અંદર છુપાઈ રહેલી મહત્તાને ન જગાડતા તેને બહારથી ઈંજેકશન મારવાનો પ્રયત્ન કરે છે. એમના પ્રયત્નનું ધ્યેય વ્યક્તિ કે તેનો આત્મા નથી. પરંતુ સમાજ અથવા સમષ્ટિ છે કે જેની આગળ વ્યક્તિનું નથી તો કઈ અસ્તિત્વ કે નથી કઈ મહત્ત્વ. આજે સમષ્ટિનું સ્થાન પણ રાષ્ટ્ર લઈ લીધું છે. આ રાષ્ટ્રવાદ પણ–જેમાં વ્યક્તિ માત્ર તોપ-બન્દુક અને ગોળીઓનો ખોરાક બની ગઈ છે –કેટલું ભીષણ રૂપ ધારણ કરી રહ્યો છે ? જે ઈર્ષા, દ્વેષ, વૈમનસ્ય તથા કાલુષ્ય માત્ર અમુક વ્યક્તિઓ પૂરતાં મર્યાદિત હતાં, તે રાષ્ટ્રવ્યાપી બની ગયાં છે. એનું પરિણામ એ આવ્યું છે કે ઘાત-પ્રતિઘાત અને હિસા-પ્રતિહિંસામાં પડી ગયેલ આજનો મનુષ્ય પિતાના હાથે જ પિતાના વિનાશની ચિતા રચવા લાગી ગયો છે. અને આશ્ચર્ય તે એ છે કે આ મૂર્ખતાપૂર્ણ વિનાશને જીવન માની લેવામાં આવ્યું છે. યુદ્ધમાં શાંતિ અને વિનાશમાં જીવન માનનારા પશ્ચિમના મનુષ્યને સુખ અને શાંતિ કયારે, કેમ અને ક્યાંથી મળી શકે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com