________________
[ ૧૨ ]
મને બધી ખાસ ચિતિથી
પણ વિશ્વનો કાયાકલ્પ કરવાની મહાન શક્યતા છુપાયેલી છે. આપણી આજની કલ્પનાઓનું સ્વરૂપ નાનું હોઈ શકે છે, પણ તેનાથી પ્રેરાયેલા પ્રયત્નોનું આવતી કાલે આવનારું પરિણામ આપણે તે કલ્પના કરતાં સેંકડોગુણું-હજારગણું વધારે મેટું, વિશાલ અને વ્યાપક હશે તેમાં કોઈ શક નથી. આ શ્રદ્ધા, વિશ્વાસ અને આશાથી આપણે આપણા આ પ્રયત્નમાં નવેસરથી ઝુકી પડવાનું છે. એ જ આપણું આ અધિવેશનનું લક્ષ્ય છે.
બાહ્ય બંધનની અસફલતા એક વખત એવો હતો કે જ્યારે વ્યક્તિ પર ધર્મ અને સમાજ વ્યવસ્થાને અંકુશ બહુ કડક હતો. આજે રાષ્ટ્રને અંકુશ ચારે બાજુ ફેલાયેલું છે. સરકારી કાયદાઓને બધી બીમારીઓની રામબાણ દવા માનનારાઓની આંખો પોતાના દેશની આજની સ્થિતિથી ઉઘડી જવી જાઈએ. રાજનીતિમાં મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના મહાન પ્રયોગને હસી કાઢનારાઓએ અને સ્વરાજ્ય મળી જતાં સરકારી કાયદાએની જાદુઈ લાકડીથી સર્વ કાંઈ ચપટી વગાડીને કરી લેવાની શેખાઈ કરનારાઓએ પણ આજે એ જોઈ લીધું છે કે સરકારી કાયદાઓ સંખ્યામાં જેટલા વધતા જાય છે અને નિયંત્રણમાં જેટલા કઠેર બનતા જાય છે, તેટલાજ પ્રમાણમાં અનીતિ કાળાબજાર, ભ્રષ્ટાચાર, લાંચરૂશ્વત અને અનાચાર વધી રહ્યો છે. ધર્મનાં બંધનો અને સમાજની વ્યવસ્થા શિથિલ પડી જતાં અને સરકારી કાયદાઓનું દેવાળું નીકળતાં માત્ર એક જ માર્ગ બાકી રહ્યો છે કે પ્રત્યેક વ્યક્તિ પિતાને માટે કાંઈક બંધન, વ્યવસ્થા, મર્યાદા અથવા નિયંત્રણનો સ્વીકાર કરે અને સચ્ચાઈ તથા ઈમાનદારીથી એનું પાલન કરે. અણુવતી-સંધની સ્થાપનામાં આ જ મૂલભૂત તત્વ છે. પ્રત્યેક અગ્રતી સ્વયં પિતાનો સાક્ષી છે, સ્વયં શિષ્ય અને ગુરૂ પણ છે. સંસારી મનુષ્યમાં આ
સહજ અને સ્વાભાવિક ભાવનાને જાગૃત કરવી એજ અણુવ્રતી-સંઘનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
મહાત્મા ગાંધીની સ્થિતિ જાણવા
મહાન