________________
[૨૦]
એનું ઊઘાટન ફાગણ માસમાં થયું કે જ્યારે આચાર્યવરના સેંકડે શિષ્ય સાધુ-સાધ્વીઓ માહ માસમાં જ તેઓશ્રીના આદેશ અનુસાર
જુદા જુદા પ્રાંતોમાં વિહાર કરી ચૂક્યા હતા. તેથી ભારતવર્ષના ભિન્ન ભિન્ન ભાગોમાં વિચરનારા સાધુ-સાધ્વીઓને પ્રચાર માટે આ ન કાર્યક્રમ આપી શકાય નહિ. બીજું આચાર્યવરનું ગયું વર્ષ મોટા ભાગે વિહારમાં જ પસાર થયું. તેથી સમયના અભાવે જોઈએ તે પ્રચાર ન થાય તે સ્વાભાવિક હતું. એક કારણ એ પણ હતું કે આ યોજના જનતાને માટે તદન નવી હતી. બધા નિયમથી વાકેફ થવું અને તેમાં દર્શાવ્યા પ્રમાણે આજના આ અનૈતિક વાતાવરણમાં જીવનને ઘડવું એ ઓછું મુશ્કેલ ન હતું. હવે જ્યારે જનતાને અણુવતી સંઘને પૂરેપૂરો પરિચય મળી ગયા છે, ત્યારે એને પ્રચાર દેશના ખૂણેખૂણામાં થઈ રહ્યો છે, માર્ગમાં થતી નડતરે ધીમે ધીમે દૂર થતી જાય છે અને આશા છે કે આગામી વર્ષનું પરિણામ ઘણું સુંદર આવશે અને અણુવ્રતએની સંખ્યા સેંકડોમાંથી સહસ્ત્રોની બની જશે. -
કેળવણી આચાર્યશ્રીએ અણુવતીઓને કેળવવા માટે યથાવસર પ્રયત્નો કર્યા છે. તે માટે કેટલાક ખાસ પ્રસંગે જવામાં આવ્યા હતા. આ પ્રસંગેએ અણુવતીઓ આચાર્યશ્રીની સમક્ષ પિતે અનુભવેલી ત્રુટિઓને ઉલ્લેખ કરતા અને આચાર્યશ્રી તેમને નિયમમાં સુદઢ રહેવા માટે સાવધાન કરતા. એ સિવાય તેમને બીજી પણ અનેક પ્રકારની સામયિક શિક્ષા આપવામાં આવતી, જેના લીધે તેઓ પિતાના જીવનને ઉત્તરોત્તર વિકાસોન્મુખ કરવાની પ્રેરણા મેળવતા. એનું પરિણામ સર્વથા સંતોષજનક જણાવ્યું છે. આ પ્રકારના પ્રસંગે સરદાર શહર, રતનગઢ, ચુ, ફત્તેહપુર, જયપુર વગેરેમાં મળીને નવ વાર યાજાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com