________________
[૯]
કરી શકે છે. સમાજમાં ક્રાંતિ કરવાની આકાંક્ષા રાખનારાઓ માટે આ તિરસ્કાર જ સહુથી માટે પુરસ્કાર છે. તેથી એવા ક્રાંતિકારીઓએ એ કાપવાદને અમૃત માનીને, પોતાના લક્ષ્ય પર અડગ રહીને, સ્વીકૃત માર્ગ પર આગળ જ વધ્યા કરવું જોઈએ.
નકર સંસ્થા મને એમાં જરા પણ સંદેહ ક શંકા નથી કે અણુબોંબ અને હાઈજિન બેબના આ જમાનામાં અણુવ્રતી-સંધ જેવી એક નક્કર સંસ્થાની આવશ્યકતા માત્ર આપણા દેશને જ નહિ, પરંતુ બે મહાયુદ્ધોને ભીષણ આઘાતથી અત્યંત ઘવાયેલા વિશ્વની સમસ્ત દુ:ખી જનતાને પણ છે. બધા સંપ્રદાય અને ધર્મમાં જે કંઈ શ્રેષ્ઠતમ સારભૂત તત્વ છે, તેને સમાવેશ સંધની લગભગ ૯૦ પ્રતિજ્ઞાઓ અથવા સૂત્રોમાં થઈ જાય છે. આ સૂત્રને માનવ જીવનની એવી રૂપરેખા કહી શકાય તેમ છે. કે જેનો સ્વીકાર બધા ધર્મો, સંપ્રદાય, વર્ગો, જાતિઓ, દેશે અને. રાષ્ટ્રના લેકે કઈ પણ ભેદ કે સંકોચ વિના કરી શકે છે.
પૂર્વ અને પશ્ચિમની દૃષ્ટિ ભાઈઓ અને બહેનો!
પૂર્વ અને પશ્ચિમની દષ્ટિ માં સહુથી મે મૌલિક તફાવત એ છે કે પ્રથમની દષ્ટિ અંતરંગ છે, જ્યારે બીજાની દષ્ટિ બહિરંગ છે. આ બીજા પ્રકારના લેકે બધી સમસ્યાઓને બાહ્ય દૃષ્ટિએ જ જુએ છે. અમેરિકાને પોતાની રક્ષા માટે આટલાંટિક મહાસાગરના આ કિનારે યુરોપના દેશોમાં કિલ્લેબંદી કરવી આવશ્યક જણાય છે. બીજી બાજુ તે પ્રશાંત અને હિંદી મહાસાગરમાં મથકે જમાવવાનું આવશ્યક સમજે છે. તેને એ વાતની ચિંતા કે ફીકર નથી કે તેમાં કેટલા નાના મેટા બીજા દેશે કીડાની માફક ચગદાઈ જશે. એ મહાયુદ્ધોમાં લાખો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com