________________
[૮]
કામ ભગવાન શ્રીકૃષ્ણને સોંપવામાં આવ્યું હતું. એમના જેવી વિદ્વત્તા, યોગ્યતા, અનુભવ, કાર્યકુશલતા અને બધાથી વધારે તે અલૌકિક ગુણ અને અલૌકિક વ્યકિતત્વ જેનામાં નથી, તે સ્વાગતનો ભાર તથા તેની જવાબદારી કેવી રીતે ઊપાડી શકે છે પરંતુ એ વાતનો મને પરમ સંતેષ છે કે અણુવ્રતી-સંધ એવાં માણસની સંસ્થા છે કે જેઓ જીવનમાં વધારેમાં વધારે સ્વાવલંબી બનવાની ઈચ્છા રાખે છે, જે દુનિયાને ભારરૂપ ન થતાં બીજાનો ભાર પિતાના ખભા પર ઉઠાવવાને ચાહે છે, અને જેઓ દુનિયાની પાસેથી ઓછામાં ઓછું લઈને તેને વધારેમાં વધારે આપવાની સાધના અંગેની તૈયારીમાં જોડાઈ જવાને ઈચ્છે છે. એવા ભાઈ-બહેનોને સ્વાગતનો ભાર અને જવાબદારી હેઈ જ શું શકે ?
કાંતિકારી-સ્વય અણુવ્રતી-સંધ એક સંસ્થા, સંગઠન, આંદોલન અને યોજના છે, કે જેની આગળ, આજના લેકચારને દેખતાં, “ક્રાતિકારી” વિશેષણ વિના સંકોચે વિના સંદેહે લગાડી શકાય તેમ છે. કમમાં કમ મારું આકર્ષણ તે એના એ ક્રાંતિકારી સ્વરૂપને લીધે જ થયું છે. સાંપ્રદાયિકતા અને સમ્પ્રદાયવાદમાં જ નહિ, પરંતુ ધર્મ-કર્મના આજકાલના રૂપરંગમાં મને જરા જેટલીયે શ્રદ્ધા કે વિશ્વાસ નથી. મારા મિત્રો છુટથી મને “નાસ્તિક” કહી રહ્યા છે. તેથી આ સંઘમાં હું જોડાયા તે અંગે તેમાંના કેટલાકને આશ્ચર્ય, સંદેહ અને અવિશ્વાસ પણ છે. છેલ્લા થોડા દિવસમાં એક મોટા સરકારી અધિકારીએ મને પૂછ્યું કે “તમે પણ શું એ સંપ્રદાયના છે?” એમને તરત જ ઉત્તર આપ્યો કે હું બધા સંપ્રદાયને છું, અથવા બધા કઈ પણ સંપ્રદાયને નથી. જે કંઈ બધા સંપ્રદાયમાં સમાન રૂપથી છે, તેને જે માને છે, તે બધા સંપ્રદાયને સ્વીકારવાને દાવો કરી શકે છે. અને જે કંઇ એક બીજાથી વિરુદ્ધ છે, તેને નહીં માનનારાને બધા તિરસ્કાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com