________________
[ ૧૮ ]
વ્રતનું અણુ લઇને બધા વ્રતનું ક્રમશ: વધારે અને વધારે પાલન કરવું અને કરાવવું છે. એથી તે નિયમને અત્યારે વધારે કડક બનાવી શકાય નહિ કે જેને તેઓ ઢીલા સમજે છે. પરંતુ તે ઢીલા રહેવાના નથી. પ્રતિવર્ષ તેની ચકાસણી થશે અને મેગ્યતા મુજબ તેને કડક બનાવવામાં આવશે. એક બાજુ થી મશરૂવાલા નિયમોને ઓછા કડક બનાવવાની વાત કરે છે અને બીજી બાજુ તેના ઢીલાપણની ફરિયાદ કરે છે. એમની સહૃદય દષ્ટિ માટે અમે અત્યંત આભારી છીએ.
- દિલ્લીના હિંદુસ્તાન ટાઈમ્સ” ની સાંજની આવૃત્તિમાં કાનની સાથે સંધની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે--
‘ચમત્કારનો યુગ હજી સમાપ્ત કર્યો નથી. ચારે બાજુ ફેલાયેલા અંધકારમાં અમને દિલ્હી ખાતે આશાનું એક કિરણ દેખાયું છે. જ્યારે સેંકડો પાપી એક જ પ્રભાતમાં ધર્માત્મા બની જાય છે, ત્યારે નિરાશાવાદ દૂર કરીને અમારે સત્યયુગના આગમનને સ્વીકારવું પડે છે.
ઈતિહાસમાં એવા ઉદાહરણે તે મળે છે કે જ્યારે એક યા બીજા પાપમાં ફસેલા સ્ત્રી કે પુરુષ વર્ષો પછી પણ દૃઢ નિશ્ચયથી પ્રાયશ્ચિત્ત કરીને તેનાથી પીઠ ફેરવી પાછા હઠી ગયા . તેમણે એવું વ્યક્તિગત રીતે કરેલું છે. કેઈ સંસ્થા અથવા સમાજના સભ્ય તરીકે નહિ. જીવનની પવિત્રતાને માટે થયેલી આ સામૂહિક જાગૃતિ એક એવી ઘટના છે, જે ભાગ્યેજ જોવામાં આવે છે.
જ્યારે શરાબી પણ સામૂહિક સંઘરૂપમાં શરાબને છોડી દે છે, જ્યારે ડાકુઓ પણ એકત્ર થઈને સભ્ય નાગરિક બનવાનો નિશ્ચય કરે છે અને અનુચિત પિસા પર લૈલા-ફોલેલા વ્યાપારીઓ પણ એકત્ર થઈને સચ્ચાઈથી જીવન ગાળવાનું દેલન શરૂ કરે છે, ત્યારે એનાથી પ્રભાવિત કોણ નહિ થાય? વર્ષમાં બધા દિવસે તે એવા હેતા નથી કે જેમાં સચ્ચાઈ અને ભલાઈને એકત્ર કરીને દુનિયાને માટે તેનું પ્રદર્શન ભરી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com