________________
'[ ૧૨ ]
સંઘના આચાર્ય તુલસીએ જે પહેલ કરી છે તેને માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.”
કલકત્તાનાં સુપ્રસિદ્ધ દૈનિક “આનન્દ બઝાર પત્રિકા' એ “નૂતન સત્યયુગ” ના શીર્ષકથી એક લાખ અગ્રલેખ લખતાં જણાવ્યું હતું કે--
તે શું કલિયુગનું અવસાન થયું છે ? સત્યયુગ ફરી પ્રગટવાને છે? નવી દિલ્હી થી તા. ૩૦ મી એપ્રિલને જ એક સમાચાર સાંપડે છે કે મારવાડી સમાજના કેટલાય લખપતિ અને કરોડપતિ લેકે એ એવી પ્રતિજ્ઞા કરી છે કે તેઓ કદી કાળા બજાર કરશે નહિ. બે ચાર નહિ પરંતુ સે લખપતિ-કરોડપતિઓએ એવું વચન આપ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારના કાળા બજાર કરશે નહિ. એની પાછળ ઇતિહાસ છે. પ્રયોજન છે અને તેના પ્રેરક આચાર્ય તુલસી છે કે જેમણે માનવ જાતિની સમસ્ત બદીઓની જડમૂળ ઉખાડવાને માટે એક આંદોલનની શરૂઆત કરી છે. એના સમર્થનમાં આ પ્રતિજ્ઞાઓ લેવાઈ છે.
માનવ જાતિના અકલ્યાણમાં દુનતિ અને કાળા બજારે જે ભાગ ભજવ્યો છે. તેને છેવટે આ છસો લખપતિ-કરોડપતિઓએ જાહેરમાં સ્વીકાર કર્યો. એ સેનાં નામે પ્રગટ થયા હતા તે ઠીક હતું. તેઓ કાળા બજાર કરશે નહિ; જુઠા રેશન કાર્ડ બનાવશે નહિ; જુગાર ખેલશે નહિ; જમીન, મકાન, સેના-ચાંદી, ભજન સામગ્રી, ઘી-તેલમેંદોઆટે તથા દૂધ વેચતાં કાંઈ ઓછું-વતું કરશે નહિ તથા કઈ જાતને અસત્ય આચરણને આશ્રય લેશે નહિ. તેઓએ ક્યારે પણ કાલાબજાર કર્યા હતા કે નહિ, કોઈ વાર માલની સેળભેળ કરી હતી કે નહિ અથવા અસત્ય આચરણ કર્યું હતું કે નહિ, તેની અમને ખબર નથી. આ પ્રતિજ્ઞાઓમાં એ સંબંધી કાંઈ લખેલું નથી. મોટા મોટામાં જ નહિ પરંતુ સાધારણ વેપારીઓમાં પણ આ બદીઓ ફેલાયેલી છે. કાળાબજાર અને સેળભેળ તે દેશવ્યાપી બદી બની ગઈ છે. નાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com