________________
[૧૧]
તેથી નૈતિક
જોઇએ અને
ભવિષ્ય કોલમ
તેથી નૈતિક સુધારણને માટે જે સામૂહિક પ્રયત્ન કરવામાં આવે, તે પર જનતાનું ધ્યાન ખેંચાવું જોઈએ અને તેની પ્રશંસા પણ કરવી. જોઈએ. ગયા રવિવારે જે છસો વ્યક્તિઓએ ભવિષ્ય કાલમાં કાલા બાજાર યા ચેર બાજાર ન કરવાની ગંભીર પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે અને તે રીતે જેમણે પિતાના જીવનને એક નવો અધ્યાય લખે છે, તેઓ માત્ર ગ્રાહકના ધન્યવાદના જ નહિ પણ સમસ્ત નાગરિકેન ધન્યવાદના. અધિકારી છે. તેઓએ આ પ્રતિજ્ઞા આચાર્ય તુલસીની સામે, અણુવ્રતી સંઘના પ્રથમ વાર્ષિક અધિવેશન-સમયે ગ્રહણ કરેલી છે. આ સંઘની સ્થાપના માનવ જીવનની બધી બદીઓમાંથી મુક્ત થવાને માટે કરવામાં આવી છે. બધા પ્રકારની બદીઓ પર વિજય મેળવવાને માટે. જે આ સમ્મિલિત અથવા સામૂહિક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, એની ગંભીરતાને ખ્યાલ તે એ વિસ્મયજનક ઘટનાથી આવે છે કે આચાર્ય તુલસી કે જેઓ આ સંગઠન અથવા આંદોલનનું દિમાગ છે, તેઓ રાજપૂતાનાના તાલ મેદાનો પર પગે ચાલીને દિલ્હીની પાકી સડક પર પહોંચ્યા છે કે જેથી તેઓ આ સંઘના ઉંચા આદર્શો અને. સિદ્ધાંતને યોગ્ય પ્રચાર કરી શકે.”
કલકત્તાના અંગ્રેજી દૈનિક “હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડ”ના તા. ૨ જી મેના અંકમાં લખ્યું હતું કે “લગભગ ૫૦૦ લખપતિ અને કરોડપતિઓ. કે જેમને માટે ભાગ મારવાડી છે, તેમણે કહેવા મુજબ એવી પ્રતિજ્ઞા કરી છે કે કાલા બાજાર ખાદ્ય પદાર્થોમાં સેળભેળ અને અસત્ય આચરણ આદિનો અનૈતિક વ્યવહાર તેઓ પોતાના વ્યાપાર રોજગારમાં કરશે નહિ. આ દેશના વેપાર-ધંધામાં અસત્ય આચરણ ખૂબ જોર ઊપર છે, તેથી સમાજ જીવનમાં ટકી રહેલી નીનિનું સઘળું ધોરણ તૂટી. જવાને ભય ઉભો થયો છે, તે પ્રસંગે કેટલાક વ્યાપારીઓનું-વ્યાપાર ધંધામાં અસત્ય આચરણ નહિ કરવાનું—આ આંદોલન દેશભરમાં સ્વસ્થ વ્યાપાર-ધંધાને જન્મ આપી શકશે. આ દિશામાં અવ્રતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com