________________
[૧૬]
ભાગે છરો લખપતિ-કરોડપતિ મારવાડીઓને જે ઉલ્લેખ કરવામાં આવ્યો. સમાચાર આપનારાઓ એ વાત પણ ભૂલી ગયા કે છસા અણુવ્રત લેનારાઓમાં કેટલીક મહિલાઓ પણ હતી. અને વ્યાપારીઓ સિવાય એમાં સાધારણ જનતા પણ ઓછી ન હતી. પ્રાયઃ બધા વર્ગના લેકે એમાં સામેલ હતા. રાજ્યના અધિકારીઓ, સંપાદક, લેખક તથા એવા અન્ય લોકે જે કદાચ મારવાનિવાસી અથવા મારવાડી હોય, તેટલા જ કારણે તેમને લખપતિ-કરોડપતિ કેમ કહી શકાય ? આ ભ્રાંતિ ને લીધે જ કેટલાક સમાચાર પત્રોએ તેના પર કટાક્ષ કર્યા છે અને આ આખા આયોજન પરત્વે સંદેહ તથા અવિશ્વાસ દર્શાવ્યો છે.
સદેહ તથા અવિશ્વાસ તે દૂર કરી શકાય છે, અને તે ધીરે ધીરે દૂર પણ થઈ જશે. વ્યંગ અને કટાક્ષ કરનારા લોકો જ્યારે અણુવતી સંધનું નક્કર કાર્ય જોશે ત્યારે એમનું દિમાગ અને દિલ સાફ થઈ જશે. પરિસ્થિતિની ચોખવટ કરવા માટે એટલું જણાવી દેવું આવશ્યક છે કે બધા અણુવતીઓ નથી તે મારવાડી કે નથી લખપતિ-કરોડપતિ. આ તે જનતા માટેનું આંદોલન છે. જે સર્વ સાધારણના વ્યક્તિગત અને સાર્વજનિક જીવનનું ઘેરણ ઊંચું લાવવાની દિશામાં કરવામાં આવેલ એક સુનિશ્ચિત પ્રયત્ન છે. કે જેની પાછળ પ્રેરક-શક્તિના રૂપમાં આચાર્ય શ્રી તુલસી જેવા મહાન સાધક ઊભેલા છે અને અણુવતીઓની પણ પ્રાયઃ એક વર્ષની અનુભવપૂર્ણ સાધના રહેલી છે.
બીજે ભ્રમ એ વાતને લીધે ફેલાવા પામ્યો કે આ પ્રતિજ્ઞાઓ એક જ વર્ષને માટે કેમ લેવામાં આવી? કેટલાક સમાચારપત્રોએ એના પર વ્યંગ પણ કર્યો છે. તેઓ કહે છે કે “એ પણ સંભવિત છે કે બીજા વર્ષ આ પ્રતિજ્ઞાઓમાં કાંઈ વધારે ન થાય અથવા એક વર્ષ પછી વ્યાપારી લોકો એ જોશે કે ઇમાનદારીની નીતિથી કોઈ પણ લાભ થઈ શકે છે કે નહિ અને તેને વ્યાપાર-ધંધાનું સાધન બનાવી શકાય છે કે નહિ ? આ સંદેહ, આશંકા કે આક્ષેપ ઊંચામાં ઊંચા, પવિત્રમાં પવિત્ર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com