________________
[ ૧૫ ]
તુલસી મહોદય માનવજાતિની બદીઓને દૂર કરવાના આંદોલનમાં સલ થઈને જે વેપારીઓને સત્યનિષ્ઠ બનાવી શકે, મહાસભાવાદી અને બીનમહાસભાવાદી સામાન્ય જનતામાં તથા સરકારી અધિકારીઓમાં ફેલાએલાં અસત્ય આચરણે અને દુનતિને દૂર કરી શકે તે મહાત્માજીના
સ્વપન મુજબનું રામરાજય પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થશે. દિલ્લીમાં લખપતિકરોડપતિઓએ આત્મહત્યા ન કરવાની પણ પ્રતિજ્ઞા લીધી છે. આત્મહત્યા મહાપાપ તો છે પણ તેઓ તો પ્રતિજ્ઞા ન લેવા છતાં પણ આત્મહત્યા કરત નહિ, તેવો અમને વિશ્વાસ છે.”
સમાચારપત્રોની આ ચર્ચામાં કેટલીક બિમમૂલક અને અત્યુક્તિવાળી વાતો પણ દાખલ થઈ ગઈ છે. એનું મુખ્ય કારણ એ છે કે તેમણે પૂરેપૂરી માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલ નથી. દિલીની સમાચાર-પ્રેષક સંસ્થાઓએ જે સમાચારે મોકલ્યા, તે પણ વિશેષ શ્રમનું કારણ બની ગયા. સંઘના વાર્ષિક અધિવેશનમાં તે દિવસે મારવાડીઓની સંખ્યા વિશેષ હતી. બે-અઢી હજાર સ્ત્રી-પુરુષ તો ખાસ એ અધિવેશન માટે જ બહાર ગામથી આવ્યાં હતાં. એમની વેશભૂષા જુદા પ્રકારની હોય છે. એમની બે રંગી પાઘડીઓ તરત જ લોકેનું ધ્યાન પોતાના તરફ આર્ષો લે છે. અને એ એક બ્રાંત ધારણ–બેટી કલ્પના લોકોના મનમાં ઘર કરી ગઈ છે કે પ્રત્યેક મારવાડી વ્યાપારી જ હોય છે અને તે લખપતિ કે કરોડપતિ હોય છે, તથા એમનું કામ કાળા બજાર કે નફાખોરીના વિના ચાલી શકતું નથી. તેથી જે છસો વ્યક્તિઓએ તે દિવસે અણુવ્રતી બનવાનો નિશ્ચય કર્યો. એ દરેકને મારવાડી માની લેવામાં આવ્યા અને તે દરેક લખપતિ કે કરોડપતિ છે તેવું નિરાધાર અનુમાન કરવામાં આવ્યું. વળી પ્રતિજ્ઞાઓમાં કાળા બજાર ન કરવાને, નફાખોરી ન કરવાનો, લાંચ રૂશ્વત ન લેવા-આપવાનો, સેળભેળ ન કરવાને અને નકલી વસ્તુઓ ન બનાવવાને જે ઉલ્લેખ કરવામાં આવ્યો, તેણે એ ધારણાને વધારે દૃઢ બનાવી. એથી સમાચારપત્રોમાં જે સમાચાર પ્રગટ થયા તેમાં મોટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com