________________
[ ૧૭ ]
વ્યાપારીઓ એવું કહે છે કે પહેલા અમને પણ લખપતિ-કરોડપતિ બની જવા દો પછી અમે પણ માનવ જાતિની સુધારણા માટે પ્રાયશ્ચિત્ત કરી લઈશું. “કાળાબજાર કરીશું નહિ, સેળભેળ કરીશું નહિ”—એ બધા નિર્ણયે ઘણું સુંદર છે. પરંતુ એને જે વ્યવહારમાં લાવવા હેય તે તે માટે હદયનું પરિવર્તન પણ કરવું પડશે. એ માટે પહેલા પાપની કબુલાત કરવી આવશ્યક છે. એનું જ નામ પ્રાયશ્ચિત્ત છે. મનુષ્ય ગમે તેટલે પાપી અને કાળાબજારિયો કેમ ન હોય પણ જીવનના અંતિમ ભાગમાં વિશેષ કરીને વિવેકની જાગૃતિ થતા અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરતાં તેના ચરિત્રની શુદ્ધિ થઈ જાય છે. સરદાર પટેલે દિલ્હી સમજૂતીના સંબંધમાં સંદિગ્ધ લેકેને મનુષ્યની અંદર રહેલી મનુષ્યતા પર વિશ્વાસ રાખવાને કલકત્તાના ભાષણમાં ઉપદેશ આપે હતું કે “માણસે પહેલા ગમે તેવું કાં ન કર્યું હોય, પરંતુ મૃત્યુશયા પર પણ તે પ્રાયશ્ચિત્ત કરી શકે છે-એ પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ.”
હમણે શેઠ રામકૃષ્ણ દાલમિયાએ પણ એક જાહેરાત બહાર પાડી. છે. એનો સાર એ છે કે ૧૯૨૦ થી ૧૯૩૦ સુધી મારી યુવાવસ્થામાં હું પ્રસિદ્ધ સટોડિયા હતા. તે વખતે સંયોગો અનુસાર અનેક વાર મારા, લેણદારને હું પૂરા રૂપિયા ચૂકવી શક્યો નથી. લખાણ-પત્રી નહિ હેવાથી તેને ચકવવાનું કાયદેસર જરૂરી ન હતું. એમાંથી ઘણા લેણદારે આજે જીવિત નથી. એ બધું યાદ કરતાં મારું હૃદય ભારે બની જાય છે. એ ભારને હળકો કરવા માટે નિર્વાસિતેની સહાયતા અર્થે હું પાંચ લાખ રૂપિયા દાનમાં આપી રહ્યો છું. આ દાન પ્રાયશ્ચિત્તરૂપ છે. હું એ કામ માટે નિયુક્ત થયેલી સમિતિને દરેક મહિને રૂપિયા પચીશ. હજાર આપીશ. આ દેણગી મારા લેણદારે તરફની છે. નિર્વાસિતેને જે સુખનો અનુભવ થશે, તેનાથી લેણદારેના આત્માને શાંતિ થશે.
પહેલાં વ્યાપારમાં જે કંઈ ભૂલ કરી હોય તેને માટે સાર્વજનિક રૂપથી પ્રાયશ્ચિત્ત કરવું અને પૈસા આપી દેવા તે પાપના વિનાશને મુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com