________________
અણુવતી-સંઘ
પહેલું વાર્ષિક અધિવેશન
પ્રાય: દેશમાં સર્વત્ર ફેલાયેલી–અનૈતિકતા, ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતની બદી આદિના-કદાચારની વિરુદ્ધ તે એક રક્તહીન ક્રાંતિની જોરદાર લહરી હતી કે જેનો ઉગમ તે દિવસે દિલ્હી શહેરના મુખ્ય સાર્વજનિક કેન્દ્ર ટાઉન હેલમાં થયે. વડવૃક્ષના નાનકડા બીજને વાવવા સમાન છે ગંભીર અને શાંત અનુષ્ઠાન જે દઢ નિશ્ચયથી કરવામાં આવ્યું, તે જે રંગ પકડી શક્યું છે એમાં દેશનો કાયાકલ્પ કરવાની પ્રચંડ શક્તિ રહેલી છે. વ્યક્તિની દષ્ટિને અન્તર્મુખી બનાવીને તેને આત્મચિંતન અને આત્મપરીક્ષણમાં નિમગ્ન કરનારી આ પ્રવૃત્તિ શાંત હેવા છતાં પોતાની અંદર અતિપ્રચંડ શક્તિ ધરાવે છે. એનું દિવ્ય સ્વરૂપ એની ગંભીરતાથી આંકી શકાય છે. આ ભવ્ય સમારોહ તે દિવસે ૩૦મી એપ્રિલ રવિવારને રોજ દિલ્લીના ટાઉનહોલમાં અણુવતી સંઘના પ્રથમ વાર્ષિક અધિવેશનના રૂપમાં એના સંસ્થાપક આચાર્ય શ્રી તુલસીના નેતૃત્વ અને સંરક્ષણનીચે આશાતીત સફલતાની સાથે થયો. દિલીની બપરની સખ્ત ગરમીમાં પણ હાજર રહેલી સાત થી આઠ હજાર વ્યક્તિઓએ પહેલેથી છેલ્લે સુધી બધી કાર્યવાહીમાં પૂરે પૂરી શાંતિથી ભાગ લીધો. ચાંદની ચોકમાં આવેલા દિલ્લી મ્યુનિસિપાલિટીના ટાઉન હેલની પાછળના ભાગમાં એક સાદો મંડપ બનાવવામાં આવ્યો હતો. તે માનવમેદનીથી ઉભરાઈ ગયે. આચાર્યશ્રી તુલસી લગભગ સવા વાગે પધાર્યા. ટાઉન હેલ તરફના એક ઊંચા આસન પર તેઓ વિરાજમાન થયા. તેઓની બરાબર સામે પત્રકાર અને દિલીની વિશિષ્ટ વ્યકિતઓને બેસવાની ગોઠવણ હતી. ડાબી બાજુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com