________________
[ ૨૦ ]
એક વાત વધારે. એમ કહેવામાં આવે છે કે આચાર્ય શ્રી તુલસીને અણુવ્રતી-સંઘના સંસ્થાપક કહેવા તે ખોટું છે. આચાર્યશ્રીએ અણુવ્રતની શોધ કરવાનો કે એને નવીન આદર્શના રૂપમાં જગતની સામે રજા કરવાને દાવો કયારે પણ કર્યો નથી. બીજા કોઈએ પણ એ વિષે એવું કહ્યું નથી. સત્ય અને અહિંસાનો સિદ્ધાન્ત મહાત્મા ગાંધીની અગાઉ પણ વિદ્યમાન કતે. પરંતુ એને જે પ્રયોગ તેમના પિતાના અને આપણું જીવન પર ‘સત્યાગ્રહ અને અહિંસાત્મક અસાગ ” ના આવિષ્કાર સ્વરૂપે કરવામાં આવ્યો તે ખરેખર જ નવીન હતે. એ રીતે આચાર્ય શ્રીતુલસીનું અવ્રતી સંધના નામથી કરવામાં આવતું સંગઠન અને તેના દ્વારા દરેક મનુષ્યના જીવનના નૈતિક ઉત્થાનને માટે કરવામાં આવનારે પ્રયોગ પણ જરૂર નવીન છે. ક્રાન્તિકારી પ્રયોગો આવી રીતે જ નવીન હોય છે અને આવી જ રીતે નવીન ઈતિહાસનું નિર્માણ કરે છે. આશા રાખવી જોઈએ કે અણછાતી-સંધનો આ પ્રયોગ પણ એક નવીન ઇતિહાસનું નિર્માણ કરવામાં સફલ થશે.
અણુાતી સંઘના પ્રથમ અધિવેશનનું આ વિવરણુ, અમને આશા. છે કે અનેક બ્રાંતિઓ અને ખોટી માન્યતાઓને દૂર કરવામાં સહાયક થઈ શકશે. એનાથી સંધનો પરિચય મેળવવામાં જોઈતી સહાયતા મળી રહેશે. અણુછાતનો સ્વીકાર કરીને કલ્યાણ માર્ગના પથિક બનવા માટે પણ આ વિવરણ અને કેને પ્રેરણા તથા સહાયતા આપી શકશે.
જે ભાઈબહેને આ સંબંધમાં વધારે જાણવા ઇચ્છતા હોય અને વિશેષ સાહિત્યનું અધ્યયન કરવા ચાહતા હોય તેઓ “આદર્શ સાહિત્ય સંઘ” નયા બજાર, દિલ્લી ના સરનામે પત્રવ્યવહાર કરવાની કૃપા કરે.
દિલ્લી ૩ જૂન શનિવાર.
સત્યદય વિદ્યાલંકાર,
સ્વાગત મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com