________________
[ ૧૮ ]
એ ભૂલવું ન જોઈએ કે પ્રત્યેક સંસ્થા, સંગઠન, આંદોલન કે મિશન ને ત્રણ સ્થિતિમાંથી પસાર થવું પડે છે. તે સ્થિતિ છે--ઉપેક્ષા, મજાક અને વિરોધ. એમાંથી પાર ઉતરાય તે સફલતા પ્રાપ્ત થાય છે. ઘણુ સમય સુધી દરેક સંસ્થા, સંગઠન તથા આંદોલનની ઉપેક્ષા કરવામાં આવે છે. લેકો તેને નકામા સમજીને તેના તરફ નજર પણ નાખતા નથી. જ્યારે તે વધવા અને ફેલાવા લાગે છે, ત્યારે તેની મજાક કે ઠેકડી કરવામાં આવે છે. બધા તેના તરફ આંગળી ચીંધે છે. પરંતુ ત્યારે પણ તેની પ્રગતિ આલુ રહેતાં તેનો વિરોધ કરવામાં આવે છે, તેના પર અણઘટતા આક્ષેપ કરવામાં આવે છે, તેના સંબંધમાં ભ્રમ ફેલાવવામાં આવે છે અને તેના માટે જૂઠો પ્રચાર પણ કરવામાં આવે છે. વિરોધના બધા ઉપાયે કામે લગાડવામાં આવે છે. ધીર, વીર, સાહસી, કૃતનિશ્ચય અને સંકલ્પી જ્યારે આ બધા વિરોધને વિનોદ માનીને હસતા-ખેલતા પિતાના માર્ગ પર આગળ વધતા જાય છે, ત્યારે સફલતા તેનું સહર્ષ સ્વાગત કરે છે. ત્યારે બીજા લેકે પણ તેનું સ્વાગત, અભિનંદન અને અનુકરણ કરવા લાગી જાય છે. સમાજ સુધારણા માટે કરવામાં આવેલા બધા પ્રગતિશીલ આંદોલનો અને માનવ-કાયાકલ્પ કરનારી બધી ક્રાંતિઓને ઈતિહાસ એજ છે. આ બધા માંથી ઓછા કે વત્તા અંશે તેમને પસાર થવું પડે છે.
અણુવતી-સંધ પોતાની પ્રારંભિક અવસ્થામાં છે. ખચિત તે ઉપેક્ષા કરવા યોગ્ય સ્થિતિમાં તે નથી જ. તેની કેટલીક મજાક અને વિરોધ કરવાનું પણ શરૂ થઈ ગયું છે. એનો અર્થ એ નથી કે અમે સફલતાની સમીપ પહોંચી ગયા છીએ, એવી બધી ભ્રાન્ત ધારણુઓમાંથી અમારે યત્નપૂર્વક બચવાનું છે. આત્મવંચના બધાથી વધારે ભયાનક અભિશાપ છે. અણુવતીએ તે એનાથી ખાસ બચવું જોઈએ. આક્રમણનો ઉલ્લેખ અહીં એટલા માટે કરવામાં આવ્યો છે કે આપણે કોઈની ઉપેક્ષા, મજાક કે વિરોધથી ગભરાવું જોઈએ નહિ. અણુવતીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com