________________
[ ૧૭ ]
મહાનમાં મહાન કાર્યના સંબંધમાં પણ કરી શકાય. આ સંદેશના મૂળમાં પણ મોટી ભ્રાંતિ એ જ છે કે આ સંધ વ્યાપારીઓની જ એક સંસ્થા છે અને તેનું મુખ્ય લક્ષ્ય વ્યાપારીઓની જીવનની સુધારણા છે, એમ માની લેવામાં આવ્યું છે. આ એક ભ્રાંતિ બીજી અનેક બ્રાંતિઓનું કારણ બની ગઈ છે.
જે આંદોલનનો પ્રારંભ સંગઠન અથવા સંસ્થાના રૂપમાં કરવામાં આવ્યો છે, તે એક વર્ષ પછી બંઘ થઈ જશે, તેવી શંકા કરવી નિરર્થક છે. અને વ્યક્તિગત હાનિ-લાભનું સ્થાન સંગઠન અથવા સંસ્થામાં ગીણ હોય છે. અન્યથા તે સંગઠન કે સંસ્થા પ્રગતિ કરી શકતી નથી. એક વર્ષની મુદત નક્કી કરવાનું કારણ આચાર્યશ્રીએ પિતે અનેક વાર સ્પષ્ટ કર્યું છે. એક પત્ર પરિષદમાં પણ તેઓશ્રીએ કહ્યું હતું કે સાધકને એક વર્ષ અનુભવ કરવા માટે મળી જાય છે, તેમાં તે પિતાની ખાત્રી કે કમજોરીને પારખી શકે છે. સંસ્થાને પિતાના સભ્યોના અનુભવોને લાભ મળી શકે છે અને આવશ્યક્તા તથા અનુભવ પ્રમાણે પ્રતિજ્ઞાઓ તથા વ્રતમાં ઉચિત પરિવર્તન કરી શકાય છે. કેઈ પણ પરીક્ષણ કે પ્રયોગની સફલતા તથા વિફલતા પર દષ્ટિ રાખવી આવશ્યક છે, દેશ-કાલ. પાત્રનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે. સંઘનું જે સંગઠન માનવના ક્રિયાશીલ તથા પ્રગતિશીલ જીવન સાથે સંબંધ ધરાવે છે, તેનું કઈ પણ વિધાન કે તેના કોઈ પણ નિયમ પત્થર જેવા જડ હેઈ શકતા નથી. તેમાં નરમાશની પણ જરૂર છે. એક વર્ષની મુદત એટલા માટે રાખવામાં આવી છે કે તે જીવનની ક્રિયા અને પ્રગતિની સૂચક છે. પાછળ રહેવાને પ્રશ્ન તો સાધકને માટે પેદા જ થતો નથી. કદાચ કોઈ પોતાની કમજોરીને શિકાર બની પણ જાય, તે તેથી શું ? આટલા લોકો નિત્ય મરણ પામે છે, તેથી જગતનો વ્યવહાર કદી બંદ પડ્યો ખરો ? જગત પ્રગતિશીલ છે. પ્રગતિશીલ સંસ્થાઓ પણ જગતના પ્રવાહની માફક આગળ વધતી જ રહે છે. ખરેખર અણુવ્રતી-સંઘ પણ એવી જ સંસ્થા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com