________________
[ ૧૮ ]
ઉપાય છે. દિલ્હીમાં સો લખપતિ કરોડપતિ મારવાડીઓએ પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી છે, તેમાં પૂર્કકૃત પાપનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. પાપ નથી કર્યું તે પ્રતિજ્ઞા લેવાની આવશ્યકતા પણ ન હતી. તો પછી એનું મૂલ્ય શું ?
દિલ્લીમાં જે મારવાડીઓએ પ્રતિજ્ઞા લીધી છે, તે સિવાય દેશમાં બીજાઓને આવી પ્રતિજ્ઞાઓ લેવાની જરૂર નથી, તે વાતમાં ખરેખર કોઈ તથ્ય નથી. કાળાબજાર અને સેળભેળ કરનારા મારવાડીઓ ઉપરાંત બીજા પણ ઘણું છે. છતાં એ વાત સાચી છે કે વ્યાપારના ક્ષેત્રમાં મારવાડીઓનો પ્રભાવ વિશેષ છે. તેમાંથી જે છસો લખપતિ-કરોડપતિ પણ કાળાબજાર કે સેળભેળ નહિ કરે, તે વ્યાપારધંધામાં સત્યયુગનાં મંડાણ થશે.
અમે આચાર્ય તુલસી મહારાજને સવિનય અનુરોધ કરવા માગીએ છીએ કે તેઓ કલકત્તા નગરીમાં પધારે અને અહીં હજારો ઘવાળાઓને એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરાવે કે તેઓ દૂધમાં પાણી ભેળવસે નહિ તથા બનાવટી દૂધમાં મસાલો ભેળવીને તેને સાચા દૂધ તરીકે ખપાવવાની કેશીષ કરશે નહિ. માત્ર એક વર્ષ માટે આ પ્રતિજ્ઞા લેવરાવીને જે તેનું વાસ્તવિક પાલન કરાવવામાં આવશે તે તેથી લાખો લોકોના તન, મન અને આત્માનું વિશેષ કલ્યાણ થઈ શકશે. બધા લખપતિ-કરોડપતિ નથી. હજારો કમાનારાઓનું સ્થાન પણ સમાજમાં કાંઈ કમી નથી. તેથી સરસિયામાં મિદીનું તેલ ભેળવવાની, ઘીમાં ચરબી મેળવવાની અને એાછું આપવાની સમસ્યા કલકત્તાના બજારમાં એટલી વિકટ છે કે એક શેર માછલીની કિંમત ચૂકવવા છતાં પૂરી એક શેર ઘરે લઈ જવાને પ્રસંગ કદાચિત-કઈક વાર જ આવતો હશે. આવી તો કેટલીયે સમસ્યાઓએ આપણું જીવનને બગાડી સંકટમય બનાવી દીધું છે.
મહાત્માજી પ્રેમ. સાયતા. અહિંસા, સત્ય, ધર્મ આદિના ઉપદેશથી કાળાબજાર અને સેળભેળાને દૂર કરવામાં સફલ થઈ શક્યા નહિ આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com