________________
[૯]
વ્રતના નિયમોની વિગત જવા દેતાં, અપ્રામાણિક અને અશુદ્ધ જીવન વહેવાર સામે જનતાનો આત્મા જાગૃત કરવાને આ પ્રયાસ પ્રશંસનીય છે. મે માસના પહેલા અઠવાડિયામાં અણુવતી સંઘની પહેલી સભા મળી હતી, અને એવા સમાચાર મળ્યા છે કે પાંચ જેટલા વેપારીઓએ સંઘના નિયમોપનિયમ પ્રમાણે વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી હતી. હું આશા રાખું છું કે પ્રતિજ્ઞા કરનારાઓ વ્રતનાં શબ્દ અને હાઈનું પાલન કરશે અને સમગ્ર સમાજનું નૈતિક ધારણ ઊંચે ઉડાવવા માટે પ્રેરણું રૂપ નીવડશે. (અણુવ્રતી સંઘવિષે વધારે માહિતી જોઈતી હોય તેણે મંત્રી, આદર્શ સાહિત્ય સંઘ, સરદાર શહર (રાજસ્થાન) ને લખવું.”
આ ઉદાર સહાનુભૂતિપૂર્ણ ચર્ચામાં શ્રી સશસ્વાલાએ કેટલીક એવી વાતે લખેલી છે કે જેનું સ્પષ્ટીકરણ કરવું આવશ્યક છે. અહિંસાનાં નિયમમાં માંસાહારના પૂર્ણ ત્યાગ અને વિશુદ્ધ શાકાહારના વિધાનમાં તેઓને પંથના દૃષ્ટિક્રણની છાપ પડી છે અને તેમણે એને જેને અને વૈષ્ણવોની નાની સંખ્યા સિવાય બીજાને માટે અવ્યવહાર્ય બતાવી છે. પરંતુ અમે તેમને ખાતરી આપીએ છીએ કે આ નિયમોમાં નથી તે કઈ સાંપ્રદાયિક દૃષ્ટિબિંદુ કે નથી તે કોઈ સાંપ્રદાયિક આગ્રહ. પશ્ચિમમાં પણ એ વિચારધારા જોરથી આગળ વધી રહી છે કે “મનુષ્યનું વિશુદ્ધ ભોજન - શાકાહાર જ છે, કે જે માંસ-મચ્છી તથા ઈડા આદિથી રહિત પૂર્ણ નિરામિષ હેવું જોઈએ. અહિંસાની દષ્ટિએ ભજનના સંબંધમાં આ આદર્શ જ વ્યવહારુ હોઈ શકે છે. એમાં મધ્યમમાર્ગની વ્યવસ્થા સામાન્ય રૂપથી કરી શકાય નહિ. મહાત્મા ગાંધીની દષ્ટિ પણ એજ હતી. રેશમ અને રેશમના ઊદ્યોગ અથવા વ્યાપારને નહિ; પરંતુ અત્યારે તે તેના પ્રયોગ અથવા વ્યવહારને જ વર્જિત કરાવ્યો છે. મોતીઓના વ્યવહારને, રેશમના વ્યવહારની માદક વર્જિત ઠરાવવાની
સૂચના વિચારણીય છે, આચાર્યશ્રીનું તે તરફ ધ્યાન છે. અત્યારે પ્રત્યેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com