________________
[૭]
સ્વીકારનારાઓની છે. પરંતુ સમાચારમાં તે બને ભેગી કરી નાખેલી છે. અણુવ્રતીઓની સંખ્યા ૬૨૧ ની છે, જેમાંના બધા લબપતિ કે કરોડપતિ પણ નથી. આ રીતે સંઘના અધિવેશનની ચર્ચા સમુદ્રપારના એવા સમાચાર પત્રોમાં થઈ છે કે જેઓ ભારત સંબંધી કઈ ચર્ચા ભાગ્યેજ કરે છે.
સ્વદેશના કેટલાક સમાચારપત્રોની ચર્ચા કરવી પણ અપ્રાસંગિક નહિ ગણાય. ગાંધીવાદી વિચારધારાના ખાસ પિષક શ્રી કિશોરલાલ મશરૂવાળાનું ધ્યાન પણ આ તરફ આકર્ષિત થયું. તેમણે “હરિજન” માં
અણુવ્રત” શીર્ષક એક લાંબા લેખમાં એની ચર્ચા કરી છે. એને જે સાર એમના “હરિજન સેવકના ર૦ મી મે ના અંકમાં પ્રકાશિત થયે છે, તે અહીં રજુ કરીએ છીએ. તેઓ લખે છે કે –
“જેનોમાં તેરાપંથી” નામનો એક સંપ્રદાય છે. જૈન ધર્મના સિદ્ધાન્તની બાબતમાં તેની માન્યતા અને દૃષ્ટિ અંતિમ સ્વરૂપનાં છે. તેના અનુયાયીઓની સંખ્યા લાખ-બે લાખની કહેવાય. તેમાં મોટા ભાગે રજપૂતાનાને વેપારી વર્ગ છે.
શ્રી તુલસી નામે એક પ્રભાવશાળી વ્યક્તિ હાલમાં તેરાપંથીના આચાર્ય પદે છે. જનતામાં યુદ્ધ પછી નૈતિક પતન થયું છે. તેમાં કાલા બજાર, મેંધવારી વગેરે અપ્રમાણિકતા માટે વેપારી વર્ગ મુખ્યત્વે જવાબદાર છે. તેથી છેલ્લા કેટલાક વખતથી શ્રી તુલસીજી આ નૈતિક પતન પ્રત્યે સામાન્યપણે જનતાને અને ખાસ કરીને તેમના અનુયાયીઓને આત્મા જાગૃત કરવા પાછળ પિતાનું ધ્યાન આપી રહ્યા છે.
“તાત્વિક દષ્ટિએ જૈન સિદ્ધાંતની સંપૂર્ણ સિદ્ધિ માટે સંસારી જીવનના સંપૂર્ણ સંસાર-ત્યાગની અપેક્ષા રહે છે. પરંતુ મોટા ભાગના માણસો માટે ત્યાગ શક્ય નથી. તેથી સંસારી માણસોને ધર્મમાં દાખલ થવાનું સરળ કરવા માટે “અણુવ્રત”ની પદ્ધતિ જાઈ છે. “અણુવ્રત”
એટલે વ્રતનું મર્યાદિત પાલન કરતાં આગળ વધવું. માને કે એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com