________________
[૫]
જનતામાં સ્વાર્થ, અભિમાન અને ઈર્ષાની વધી રહેલી દુર્ભાવના માટે બે પ્રકટ કર્યો. આચાર્યશ્રીએ કહ્યું કે “ધર્મમાં પણ બેઈમાની, આડંબર અને ઠગાઈએ મળ ઘાલ્યાં છે, તથા એ વિચારવું પણ મુશ્કેલ થઈ પડવું છે કે કોણ કોને સુધારી શકશે અને દુનિયા આ સંકટમાંથી કેવી રીતે પાર ઉતરી શકશે ? તેમણે કરે- આ ન કરે”ની એક લાંબી યાદી તૈયાર કરી છે. જેમાં જણાવ્યું છે કે અન્ય જાતિ તથા રાષ્ટ્ર પર આક્રમણ ન કરે. જીવનની મૂલભૂત આવશ્યક્તાઓથી વધારે સંગ્રહ ન કરે. શરાબ અને માંસનો ઉપયોગ ન કરે. આત્મરક્ષા માટે પણ 'કઈ પ્રાણીની હિંસા ન કરે. અપ્રાકૃતિક મૈથુનમાં ન ફસાઓ. વર્તમાન શિક્ષા-પ્રણાલીમાં સુધારો કરે. સંયમ અને બ્રહ્મચર્યની તાલીમ લ્યો. જીવનમાં આધ્યાત્મિક દષ્ટિને વિકાસ કરે.”
કે ઉપરના સમાચારમાં આચાર્યશ્રીના તેરસૂત્રી કાર્યક્રમનું પ્રતિપાદન જોઈએ તે રીતે કરવામાં આવ્યું નથી, તે પણ એનાથી એટલે ખ્યાલ જરૂર આવે છે કે તેઓશ્રીના દિલ્લી પધારવાનું અને પોતાના વિચારે પ્રકટ કરવાનું કેવું દેશવ્યાપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મદ્રાસના “હિંદુ’ પત્રમાં પણ આ આશયના સમાચારે પ્રકટ થયા હતા. સમાચાર પત્રોમાં અણુવતી-સંઘના પહેલા અધિવેશનની ચર્ચા પણ ઘણી થઈ. બધા પત્રમાં મુખ્ય સમાચાર તરીકે આકર્ષક રીતે તેને અગ્રસ્થાન આપવામાં આવ્યું. એ બધાને સંગ્રહ કરવામાં આવે, તો ખાસું એક દળદાર પુસ્તક તૈયાર થાય. એની ચર્ચા ઈગ્લેંડ અને અમેરિકાના સમાચાર પત્રમાં પણ વિશિષ્ટ રીતે થઈ છે. દિલ્લીમાં રહેલા અનેક વિદેશી પત્રોના ખબરપત્રીઓ અને પ્રતિનિધિઓ આચાર્યશ્રીને ખાસ મળવા માટે આવવા લાગ્યા અને તેમના પ્રત્યેનું આકર્ષણ દિનપ્રતિદિન વઘતું જ ગયું. દાખલા તરીકે ન્યુયાર્ક (અમેરિકા) ના સુપ્રસિદ્ધ -સાપ્તાહિક “ ટાઈમ'ના ૧૫ મી મેના અંકમાં “એટમિક વેસ' (અણુવ્રત)
ના મથાળા નીચે આ સમાચારે પ્રકટ કરતાં જણાવ્યું હતું કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com